શોધખોળ કરો

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

IMD monsoon forecast 2026: ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 47 ડિગ્રી સાથે હીટવેવ યથાવત; આંધ્ર પ્રદેશમાં તોફાની વરસાદથી 4 ના મોત, તો સપ્ટેમ્બર સુધીમાં અલ નીનોની અસર વધવાની ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD આગાહી: ચોમાસામાં સરેરાશ 90% વરસાદ, ઉત્તર-પૂર્વમાં સામાન્ય.
  • દિલ્હી-NCR માં વરસાદથી ગરમીમાં ઘટાડો, 50 કિમી/કલાક પવન.
  • યુપી-રાજસ્થાનમાં 47 ડિગ્રીથી વધુ ગરમી, હીટવેવ ચાલુ.
  • આંધ્રમાં ભારે વરસાદથી 4 મોત, અલ નીનોની ચિંતા.

IMD monsoon forecast 2026: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ વર્ષના ચોમાસા અને હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં સરેરાશના 90 ટકા વરસાદ પડવાની સંભાવના છે. એક તરફ દિલ્હી અને NCR માં વરસાદી માહોલ બનતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ યુપી અને રાજસ્થાનમાં હજુ પણ 47 ડિગ્રીથી વધુ તાપમાન સાથે હીટવેવનો પ્રકોપ ચાલુ છે. આ ઉપરાંત દક્ષિણમાં આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હવામાન વિભાગે સપ્ટેમ્બર સુધીમાં 'અલ નીનો' (El Nino) ની અસર વધવાની ચિંતાજનક ચેતવણી પણ આપી છે.

ચોમાસાને લઈને શું છે આગાહી?

શુક્રવારે 29 મેના રોજ IMD એ જણાવ્યું હતું કે, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન ભારતમાં લાંબા ગાળાની સરેરાશના 90 ટકા વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વ ભારતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની ધારણા છે, જ્યારે દેશના અન્ય મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે.

દિલ્હી-NCR માં વરસાદથી ગરમીમાં ઘટાડો

દિલ્હી અને આસપાસના વિસ્તારોની (NCR) વાત કરીએ તો, અહીં રાતોરાત પડેલા વરસાદ અને ભારે પવનોએ લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટો હાશકારો આપ્યો છે. વાવાઝોડા અને ફૂંકાયેલા ભારે પવનના કારણે રાષ્ટ્રીય રાજધાનીના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે દિલ્હી માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે, જેમાં આગામી બે દિવસ સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની, વીજળી પડવાની અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. ચોમાસા પહેલાના આ વરસાદ (પ્રિ-મોન્સૂન શાવર) નો સિલસિલો 31 મે સુધી ચાલુ રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

યુપી-રાજસ્થાન હજુ પણ ગરમીમાં શેકાયા

દિલ્હીને ભલે ગરમીથી રાહત મળી હોય, પરંતુ દેશના ઘણા રાજ્યોમાં હીટવેવ (ગરમીના મોજા) ની સ્થિતિ હજુ પણ યથાવત છે. ઉત્તર પ્રદેશના બાંદામાં આ સિઝનનું સૌથી વધુ તાપમાન 47.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પણ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને ત્યાં તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

આંધ્ર પ્રદેશમાં ભારે તબાહી, તમિલનાડુમાં રાહત

દક્ષિણ ભારતમાં હવામાન અલગ જ મિજાજ બતાવી રહ્યું છે. ભારે વરસાદ અને તોફાની પવનના કારણે આંધ્ર પ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે, જ્યાં વરસાદને લગતી અલગ-અલગ ઘટનાઓમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે તમિલનાડુમાં ઉનાળાનો સૌથી આકરો તબક્કો (જેને ત્યાં 'અગ્નિ નાચત્રમ' કહેવાય છે) પૂરો થતા જ હવે વરસાદ અને તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

અલ નીનો (El Nino) વધવાની ચેતવણી

આ બધાની વચ્ચે, ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર પણ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે જૂન મહિનામાં નબળી 'અલ નીનો' સ્થિતિ વિકસી શકે છે. આ સ્થિતિ ધીમે-ધીમે વધુ મજબૂત બનીને સપ્ટેમ્બર સુધીમાં એકદમ તીવ્ર બની શકે છે, જેની સીધી અસર ચોમાસાના પાછલા ભાગમાં (ઉત્તરાર્ધમાં) વરસાદની પેટર્ન પર પડશે.

Frequently Asked Questions

આ વર્ષે ચોમાસા દરમિયાન ભારતમાં કેટલો વરસાદ પડવાની સંભાવના છે?

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારતમાં લાંબા ગાળાની સરેરાશના 90 ટકા વરસાદ થવાની સંભાવના છે.

દિલ્હી અને NCR માં હવામાન કેવું રહેશે?

દિલ્હી અને NCR માં વરસાદી માહોલ બન્યો છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળી છે. આગામી દિવસોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળી અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે.

યુપી અને રાજસ્થાનમાં ગરમીની શું સ્થિતિ છે?

ઉત્તર પ્રદેશના બાંદા અને રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે, જ્યાં હીટવેવનો પ્રકોપ ચાલુ છે.

આંધ્ર પ્રદેશમાં હવામાનની શું અસર જોવા મળી રહી છે?

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે 4 લોકોના મોત થયા છે અને ભારે વિનાશ સર્જાયો છે.

અલ નીનો (El Nino) ની શું અસર થઈ શકે છે?

જૂન મહિનામાં નબળી અલ નીનો સ્થિતિ વિકસી શકે છે, જે સપ્ટેમ્બર સુધીમાં તીવ્ર બની ચોમાસાના પાછળના ભાગમાં વરસાદની પેટર્ન પર અસર કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget