શોધખોળ કરો

Weather Alert: કાલે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, IMD નું મોટું એલર્ટ

હવામાન વિભાગની નવી ચેતવણી: બિહાર, દિલ્હી, રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા, ઉત્તર પ્રદેશમાં હજુ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD એ 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની ચેતવણી આપી.
  • 22 જૂને પૂર્વોત્તર ભારત, બંગાળમાં ભારે વરસાદ, ભૂસ્ખલન સંભવ.
  • 23 જૂન સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર, બિહારમાં આગળ વધશે.
  • દિલ્હીમાં વરસાદથી રાહત, યુપીમાં હીટવેવ હજી યથાવત.

imd monsoon tracker 2026: દેશના અનેક ભાગોમાં હવે ચોમાસાએ ફરીથી રફતાર પકડી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના 17 રાજ્યોમાં ગાજવીજ, ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને 22 જૂને પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ, વીજળી પડવી અને ભૂસ્ખલનની પૂરી શક્યતા છે. જ્યારે 23 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા અને બિહાર જેવા રાજ્યોમાં વધુ આગળ વધશે. ચાલો જાણીએ કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન.

17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ

IMD ના જણાવ્યા પ્રમાણે, 22 જૂને દેશના 17 રાજ્યોમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગામી બે દિવસ પૂર્વ ભારત, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વાવાઝોડા જેવો માહોલ રહેશે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, તેલંગાણા અને રાયલસીમામાં 24 કલાકમાં હવામાન વધુ ખરાબ થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં પવનની ગતિ 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં કરા પડવાની અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ (ધૂળના તોફાન) ઉડવાની પણ પૂરી શક્યતા છે.

દિલ્હી-NCR માં વાતાવરણ કેવું રહેશે?

22 જૂને દિલ્હી-NCR માં હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાથી અને વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં થોડી રાહત મળશે. અહીં મહત્તમ તાપમાન 35 થી 39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. જોકે, 23 અને 24 જૂને વરસાદની શક્યતા ઓછી હોવાથી ફરી ગરમીનો પારો 39 ડિગ્રી સુધી જઈ શકે છે.

યુપીમાં હજુ ગરમીનો પ્રકોપ રહેશે ચાલુ

ઉત્તર પ્રદેશના લોકોને હાલ ગરમીથી કોઈ જ રાહત મળવાની શક્યતા નથી. પૂર્વ યુપીના ઘણા જિલ્લાઓમાં 24 જૂન સુધી હીટવેવ (ગરમીનું મોજું) યથાવત રહેશે. ગોરખપુર, દેવરિયા અને બસ્તી સહિતના વિસ્તારોમાં આકરી ગરમી પડશે. 25 અને 26 જૂનની આસપાસ જ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી? આગામી 3 કલાકમાં ગુજરાતના આ 10 જિલ્લામાં પડશે વરસાદ

બિહાર અને ઓડિશામાં ચોમાસું બરાબર જામશે

બિહારમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે. આગામી 7 દિવસ સુધી અરરિયા, કિશનગંજ અને કટિહારમાં 40 થી 60 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ અને પૂર્વ ચંપારણ, સિવાન વગેરે જિલ્લાઓમાં પણ સારો વરસાદ થઈ શકે છે. બીજી તરફ, ઓડિશામાં 22 અને 23 જૂને ભારે વરસાદની સાથે 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. ઝારખંડમાં પણ 22 થી 27 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો માહોલ રહેશે.

પહાડી રાજ્યો: હિમાચલ અને ઉત્તરાખંડ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 22 થી 27 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. શિમલા, મંડી, દેહરાદૂન, નૈનીતાલ અને હરિદ્વાર સહિતના વિસ્તારોમાં વરસાદ અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. 23 જૂને પહાડી વિસ્તારોમાં પવનની ગતિ 60 કિમી સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ કાળાડિબાંગ વાદળો વચ્ચે આ વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પ્રિ-મોનસૂન કામગીરીની તંત્રની ખુલી પોલ

રાજસ્થાન, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર

રાજસ્થાનના જયપુર, જોધપુર અને ઉદયપુર સહિતના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ અને 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાનમાં ખાસ કરીને ધૂળના તોફાનની ચેતવણી અપાઈ છે. હરિયાણાના ગુરુગ્રામ, ફરીદાબાદ અને રોહતક સહિતના વિસ્તારોમાં 22 થી 24 જૂન વચ્ચે હળવો વરસાદ અને વાવાઝોડું જોવા મળી શકે છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં (શ્રીનગર, જમ્મુ, બારામુલ્લા વગેરે) 22 જૂને વરસાદ અને કરા પડવાની આગાહી છે.

Frequently Asked Questions

IMD દ્વારા કેટલા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે?

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના 17 રાજ્યોમાં ગાજવીજ, ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

23 જૂનની આસપાસ ચોમાસું કયા રાજ્યોમાં આગળ વધશે?

23 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા અને બિહાર જેવા રાજ્યોમાં વધુ આગળ વધશે. આ રાજ્યોમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

દિલ્હી-NCR માં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

22 જૂને દિલ્હી-NCR માં હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી છે, જેનાથી ગરમીમાં રાહત મળશે. જોકે, 23 અને 24 જૂને વરસાદની શક્યતા ઓછી હોવાથી ફરી ગરમીનો પારો 39 ડિગ્રી સુધી જઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં ગરમીથી ક્યારે રાહત મળવાની શક્યતા છે?

પૂર્વ યુપીના ઘણા જિલ્લાઓમાં 24 જૂન સુધી હીટવેવ ચાલુ રહેશે. 25 અને 26 જૂનની આસપાસ જ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે.

કયા રાજ્યોમાં કરા પડવાની અને ધૂળના તોફાનની શક્યતા છે?

જમ્મુ-કાશ્મીરમાં કરા પડવાની શક્યતા છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ (ધૂળના તોફાન) ઉડવાની પૂરી શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget