શોધખોળ કરો

કાળાડિબાંગ વાદળો વચ્ચે આ વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પ્રિ-મોનસૂન કામગીરીની તંત્રની ખુલી પોલ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલી અને નવસારીમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, જ્યારે બારડોલીમાં સામાન્ય વરસાદમાં જ 3 વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમરેલી, નવસારીમાં પ્રી-મોનસૂન વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી.
  • સુરતના બારડોલીમાં સામાન્ય વરસાદથી જળબંબાકાર, પાલિકાની કામગીરી ખુલ્લી પડી.
  • સ્થાનિકોના રોષ બાદ નગરસેવકોએ જેસીબીથી પાણી નિકાલ કરાવ્યો.

gujarat pre monsoon rain: રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. ગુજરાતના અમરેલી, નવસારી અને સુરત જિલ્લામાં પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યાં અમરેલી અને નવસારીમાં વરસાદના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ, સુરતના બારડોલીમાં સામાન્ય વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા નગરપાલિકાની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.

અમરેલી અને નવસારીમાં ગરમીથી રાહત

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા અને તેની આસપાસ આવેલા જાબાળ, આંબરડી, અભરામપુરા, કૃષ્ણગઢ, શાંતિનગર અને મિતિયાળા જેવા ગામોમાં વરસાદ ખાબક્યો છે.

બીજી તરફ, નવસારીમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. નવસારી શહેરના જૂના થાણા, ટાવર વિસ્તાર, દુધિયા તળાવ, મોગલવાડી અને છાપરા રોડ જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા અને ઈટાળવા, જલાલપોર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. શહેરની સાથે-સાથે આસપાસના ગામો જેવા કે ખડસુપા, વેસ્મા, આંતલિયા, ઉડાચ અને વચ્ચરવાડમાં પણ વરસાદ નોંધાયો છે. છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

બારડોલીમાં પાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ

સુરત જિલ્લાની વાત કરીએ તો, બારડોલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેમ કે બાબેન, અફવા, અસ્તાન અને ઈસરોલીમાં પ્રી-મોનસૂન વરસાદ પડ્યો. પરંતુ અહીં નવાઈની વાત એ છે કે, સામાન્ય વરસાદમાં જ બારડોલીના 3 સ્થળોએ પાણી ભરાઈ ગયા. આ દ્રશ્યોએ સ્થાનિક પ્રશાસનની પ્રી-મોનસૂન કામગીરીની સાચી હકીકત સામે લાવી દીધી છે.

ખાસ કરીને બારડોલીના વોર્ડ નંબર 7 માં આવેલા શામળીયા મોરા, કહાન ફળિયા અને આશાપુરી મંદિર પાસે વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. આટલા સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી? આગામી 3 કલાકમાં ગુજરાતના આ 10 જિલ્લામાં પડશે વરસાદ

સ્થાનિકોએ કાઉન્સિલરોનો ઉધડો લીધો

વોર્ડ નંબર 7 માં પાણી ભરાતા ત્રસ્ત થયેલા સ્થાનિકોએ પોતાના નગરસેવકો (રાજેશ પટેલ, અંકિતા પટેલ, કામિની જોશી અને વિપુલ મૈસૂર્યા) ને બોલાવીને ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોના ભારે રોષને જોતા આ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિ થાળે પાડવા માટે તાત્કાલિક JCB મશીન બોલાવવામાં આવ્યું અને ખાડીના ઢાંકણા ખોલીને ભરાયેલા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણી લો હવામાન વિભાગનો નવો રિપોર્ટ

Frequently Asked Questions

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં પ્રી-મોનસૂન વરસાદ જોવા મળ્યો?

ગુજરાતના અમરેલી, નવસારી અને સુરત જિલ્લામાં પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડ્યા છે.

અમરેલી અને નવસારીમાં વરસાદની શું અસર થઈ?

અમરેલી અને નવસારીમાં વરસાદના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ખાસ કરીને છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે.

સુરતના બારડોલીમાં વરસાદથી કઈ સમસ્યા સર્જાઈ?

બારડોલીમાં સામાન્ય વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. આનાથી નગરપાલિકાની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ.

બારડોલીમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોએ શું કર્યું?

પાણી ભરાતા ત્રસ્ત થયેલા સ્થાનિકોએ પોતાના નગરસેવકોને બોલાવી ઉગ્ર રજૂઆત કરી. લોકોના રોષને જોતા કાઉન્સિલરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget