શોધખોળ કરો

Weather Update: દેશમાં કાલે ભારે પવન અને કરા સાથે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

દેશભરના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી અને ભેજના કારણે લોકો પરેશાન છે. જૂનનો અડધો મહિનો પસાર થઈ ગયો છે, પરંતુ ચોમાસુ હજુ પહોંચ્યું નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD: ચોમાસુ ઝડપથી આગળ વધશે, છતાં વરસાદની ઘટ યથાવત.
  • બિહાર, ઓડિશા સહિત કેટલાક રાજ્યોમાં હીટવેવ ચાલુ રહેશે.
  • ઉત્તરપશ્ચિમમાં ભારે વરસાદ, કરા સાથે ગરમીથી રાહત મળશે.
  • પૂર્વોત્તર, દક્ષિણમાં પણ ભારે વરસાદની આગાહી છે.

IMD Weather Forecast: દેશભરના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી અને ભેજના કારણે લોકો પરેશાન છે. જૂનનો અડધો મહિનો પસાર થઈ ગયો છે, પરંતુ ચોમાસુ હજુ પહોંચ્યું નથી. આ દરમિયાન, હવામાન વિભાગ (IMD) તરફથી કેટલીક આગાહીઓ કરવામાં આવી છે. આગામી ચારથી પાંચ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધવાની ધારણા છે. ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પહોંચશે. જોકે, દેશના લગભગ બે તૃતીયાંશ જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ યથાવત છે, જેમાં સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે.

સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી 

1 થી 17 જૂન દરમિયાન, દેશના 741 જિલ્લાઓમાંથી 239  જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને 230  જિલ્લામાં સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે પાછલા વર્ષોની સરખામણીમાં આ સ્થિતિમાં થોડો સુધારો થયો છે, તેમ છતાં ખેડૂતોની ચિંતા હજુ પણ ઓછી થઈ નથી. આ વર્ષે, ચોમાસું 4 જૂને કેરળમાં પહોંચ્યું હતું, જે તેની નિર્ધારિત આગમન તારીખથી ત્રણ દિવસ મોડું હતું. અત્યાર સુધી તેણે કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વીય રાજ્યોને આવરી લીધા છે. જોકે, અલ નીનોની અસરને કારણે કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે જે લાંબા ગાળાના સરેરાશના 90  ટકા જેટલો છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમીના મોજાનો સામનો કરવો પડશે. બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશામાં તાત્કાલિક રાહત મળવાની શક્યતા નથી, જ્યારે પૂર્વીય ઉત્તર પ્રદેશ 18 થી 24 જૂન સુધી તેની અસર હેઠળ રહેશે. વધુમાં, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ આગામી કેટલાક દિવસો સુધી ગરમી રહેવાની ધારણા છે.

આ પણ વાંચો- Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 

આ વિસ્તારોમાં કરા અને ભારે વરસાદની ચેતવણી

આ તીવ્ર ગરમી વચ્ચે ઉત્તરપશ્ચિમ ભારત માટે રાહતના સમાચાર છે. નવી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાથી 18 થી 22 જૂન દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કરા પડવાની શક્યતા છે. આ દરમિયાન, 24 જૂન સુધીમાં કોંકણ કિનારા અને ગોવામાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય થઈ જશે. આગામી થોડા દિવસોમાં ઉત્તરપૂર્વીય રાજ્યો આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણમાં, તમિલનાડુ અને કેરળમાં આ વરસાદી ઋતુ ચાલુ રહેશે.

Frequently Asked Questions

આગામી દિવસોમાં ચોમાસુ કયા રાજ્યોમાં આગળ વધવાની ધારણા છે?

આગામી ચારથી પાંચ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પહોંચશે.

ભારતમાં વરસાદની વર્તમાન સ્થિતિ શું છે અને કુલ વરસાદ કેમ ઓછો રહેવાની ધારણા છે?

1 થી 17 જૂન દરમિયાન, દેશના ઘણા જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે. અલ નીનોની અસરને કારણે કુલ વરસાદ સામાન્ય કરતાં 90% જેટલો ઓછો રહેવાની ધારણા છે.

આગામી દિવસોમાં કયા રાજ્યોમાં તીવ્ર ગરમીનો અનુભવ થશે?

બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઓડિશા, પૂર્વીય ઉત્તર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગરમી યથાવત રહેશે.

ઉત્તરપશ્ચિમ ભારત માટે ગરમીમાંથી રાહતના સમાચાર શું છે?

18 થી 22 જૂન દરમિયાન નવી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાથી ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની ધારણા છે.

ટોપ સ્ટોરી

Nita Ambani: નીતા અંબાણીએ જન્મદિવસ પર કરી મોટી જાહેરાત, કરજતમાં 100 એકરમાં બનશે 'અનંત આશ્રય' પ્રૉજેક્ટ
Nita Ambani: નીતા અંબાણીએ જન્મદિવસ પર કરી મોટી જાહેરાત, કરજતમાં 100 એકરમાં બનશે 'અનંત આશ્રય' પ્રૉજેક્ટ
આજે મોડી રાત્રે તબાહી મચાવશે ચક્રવાતી તોફાન મુરાસુ, IMD ની ચેતવણી, 2 દિવસ શાળા બંધ
આજે મોડી રાત્રે તબાહી મચાવશે ચક્રવાતી તોફાન મુરાસુ, IMD ની ચેતવણી, 2 દિવસ શાળા બંધ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
રિલાયન્સ ફાઉન્ડેશનનું 'નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય': કર્જતમાં બનશે 100 એકરની ટાઉનશિપ
રિલાયન્સ ફાઉન્ડેશનનું 'નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય': કર્જતમાં બનશે 100 એકરની ટાઉનશિપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
Embed widget