શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ કાલે 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણી લો હવામાન વિભાગનો નવો રિપોર્ટ

IMD weather update June 21: આગામી 13 કલાક ભારે રહેશે; 90 KM ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલા સાવધાન રહેવા અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૧ જૂને ૨૩ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની ચેતવણી.
  • દિલ્હી, યુપી, બિહારમાં 80 કિમી/કલાકના પવનો ફૂંકાશે.
  • ગુજરાત, દક્ષિણ ભારતમાં વરસાદ, પહાડોમાં ભૂસ્ખલનનો ભય.

IMD weather update June 21: જો તમે 21 જૂનના રોજ ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. એક તરફ દેશના ઘણા ભાગોમાં લોકો કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન છે, તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે (IMD) દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આગામી 13 કલાક હવામાન માટે ખૂબ જ ભારે રહેવાના છે, જેમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) નો ખતરો હોવાથી મુસાફરોને સતર્ક રહેવા અને હવામાનની લેટેસ્ટ અપડેટ ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ

દિલ્હી: 21 જૂને રાજધાની દિલ્હીમાં કાળાડિબાંગ વાદળો સાથે ભારે વરસાદની આગાહી છે. અહીં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે તાપમાન 39 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશ: યુપીના મેરઠ, નોઈડા (ગૌતમ બુદ્ધ નગર), આગ્રા, મથુરા, બુલંદશહેર, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસી જેવા જિલ્લાઓમાં પણ 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડવાનું એલર્ટ છે.

બિહાર અને ઝારખંડમાં કેવું રહેશે વાતાવરણ?

બિહાર: પટના, ગયા, દરભંગા, પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ અને ભાગલપુર સહિતના જિલ્લાઓમાં 21 થી 22 જૂન દરમિયાન 60 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની શક્યતા છે.

ઝારખંડ: પાડોશી રાજ્ય ઝારખંડના રાંચી, ધનબાદ, જમશેદપુર, હજારીબાગ અને પલામુમાં 21 થી 23 જૂન દરમિયાન 70 થી 80 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાવાની અને ધોધમાર વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાત, રાજસ્થાન, MP અને મહારાષ્ટ્રની અપડેટ

ગુજરાતમાં પણ ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, જેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. રાજસ્થાનના ચુરુ, સીકર, ઝુનઝુનુ, જોધપુર અને અજમેરમાં તેમજ મધ્યપ્રદેશના નીમચ, વિદિશા, બાલાઘાટ, ખંડવા અને શિવપુરી જેવા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની ચેતવણી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધવાની પૂરી સંભાવના છે.

બંગાળથી લઈને દક્ષિણ ભારત સુધી એલર્ટ

પશ્ચિમ બંગાળ: જલપાઇગુડી, કાલિમપોંગ, બાંકુરા, મુર્શિદાબાદ અને હુગલી વિસ્તારમાં 21 થી 23 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. કોલકાતામાં તાપમાન 35 થી 28 ડિગ્રી વચ્ચે રહેશે.

દક્ષિણ ભારત: કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે. IMD એ લોકોને ખુલ્લી જગ્યાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની ખાસ અપીલ કરી છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદનું આગમન, લીલીયા અને લાઠી રોડ પર પાણી પાણી!

પહાડી રાજ્યોમાં મુસાફરી કરતા પહેલા ખાસ ચેતવણી

જો તમે પહાડી વિસ્તારોમાં ફરવા ગયા છો અથવા જવાનો પ્લાન છે, તો થોડું સાચવજો. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન પડકારજનક રહી શકે છે.

જમ્મુ, પૂંચ, અનંતનાગ અને કુપવાડામાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

હિમાચલ પ્રદેશના કુલ્લુ, કાંગડા, શિમલા અને ઉનામાં 75 થી 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવી શકે છે.

ઉત્તરાખંડના પિથોરાગઢ, ચમોલી, નૈનીતાલ, હરિદ્વાર અને પૌડી ગઢવાલમાં પણ ભારે વરસાદની ચેતવણી છે.

હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે પહાડી વિસ્તારોમાં અચાનક હવામાન બદલાવવાથી મુશ્કેલીઓ વધી શકે છે, તેથી મુસાફરી કરતા પહેલા અગાઉથી જ હવામાનની જાણકારી મેળવી લેવી હિતાવહ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર

Frequently Asked Questions

21 જૂનના હવામાન અપડેટ મુજબ કોને ખાસ સાવચેત રહેવાની જરૂર છે?

જે લોકો 21 જૂનના રોજ ક્યાંય બહાર જવાનો પ્લાન કરી રહ્યા હોય અથવા પહાડી વિસ્તારોમાં મુસાફરી કરવાના હોય, તેમણે ખાસ સાવચેત રહેવું. IMD એ 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે.

પહાડી વિસ્તારોમાં મુસાફરી કરનારાઓ માટે શું ખાસ ચેતવણી છે?

પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) નો ખતરો છે. મુસાફરોને સતર્ક રહેવા અને હવામાનની લેટેસ્ટ અપડેટ ચેક કરતા રહેવાની સલાહ અપાઈ છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હવામાન પડકારજનક રહી શકે છે.

21 જૂનના રોજ ભારતમાં કેવા પ્રકારના હવામાનની આગાહી કરવામાં આવી છે?

ભારતીય હવામાન વિભાગે દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 21 જૂનના હવામાનની શું સ્થિતિ રહેશે?

દિલ્હીમાં કાળાડિબાંગ વાદળો સાથે ભારે વરસાદ અને 70-80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ 70 કિમી/કલાકની ઝડપે પવન સાથે જોરદાર વરસાદનું એલર્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Advertisement

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget