શોધખોળ કરો

અમરેલીમાં અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદનું આગમન, લીલીયા અને લાઠી રોડ પર પાણી પાણી!

Amreli heavy rain update: અમદાવાદમાં 40 ડિગ્રી ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી; 21 થી 25 જૂન સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમરેલીમાં ધોધમાર વરસાદથી લોકોને ગરમીમાંથી મોટી રાહત.
  • હવામાન વિભાગે આગામી ૭ દિવસ વરસાદની આગાહી કરી.
  • સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના.
  • ૨૧-૨૫ જૂન દરમિયાન વરસાદ વધશે, માછીમારોને ચેતવણી.

Amreli heavy rain update: રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત છે, ત્યારે અમરેલીમાં અચાનક ધોધમાર વરસાદ પડતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. બીજી બાજુ, હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં તાપમાન હજુ પણ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી હવે રાજ્યમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામશે અને લોકોને ઉકળાટમાંથી છુટકારો મળશે તેવી પૂરેપૂરી સંભાવના છે.

અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમરેલી શહેર અને આસપાસના પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ અસહ્ય બફારો હતો, પરંતુ બપોર બાદ લીલીયા રોડ પર પહેલા વરસાદી ઝાપટાં પડ્યા અને જોતજોતામાં તો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. શહેરના નાના બસ સ્ટેન્ડ, લાયબ્રેરી રોડ, લાઠી રોડ, રાજકમલ ચોક, હીરામોતી ચોક અને ભીડભંજન જેવા વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ ધોધમાર વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. લાંબા સમયના ઉકળાટ પછી વરસાદ પડતાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ?

બીજી તરફ, હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસ માટે રાજ્યના હવામાન અંગેની વિસ્તૃત માહિતી આપી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં પણ તાપમાન 36 થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે, જેથી લોકોને હજુ થોડા દિવસ ગરમી અને ભેજના કારણે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.

જોકે સારા સમાચાર એ છે કે, ગુજરાત રિજનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેલંગાણા તરફથી એક ટ્રફ પણ બની રહ્યો છે. આ સિસ્ટમ સક્રિય થવાથી આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ

21 થી 25 જૂન વચ્ચે વરસાદનું જોર વધશે

હવામાન વિભાગની આગાહી મુજબ, 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. દરિયામાં કરંટ અને તોફાની પવનની સંભાવનાને જોતા હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી (વોર્નિંગ) આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Frequently Asked Questions

અમરેલીમાં ક્યાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો?

અમરેલી શહેરના નાના બસ સ્ટેન્ડ, લાયબ્રેરી રોડ, લાઠી રોડ, રાજકમલ ચોક, હીરામોતી ચોક અને ભીડભંજન જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેનાથી રોડ-રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.

હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતના વાતાવરણ વિશે શું માહિતી આપી છે?

ગુજરાત રિજન પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણા તરફથી એક ટ્રફ બનતા, આગામી 7 દિવસ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં હજુ પણ 36-40 ડિગ્રી તાપમાન રહી શકે છે.

21 થી 25 જૂન દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે?

21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Advertisement

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget