શોધખોળ કરો

Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!

Very heavy rainfall alert: હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ: 6 થી 12 જૂન સુધી નોર્થ-ઈસ્ટ, દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 12 જૂન સુધી દેશમાં ભારે વરસાદ, પવનની આગાહી.
  • ઉત્તર-પૂર્વ, દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદની શક્યતા.
  • ઓડિશા, ઝારખંડ, મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદ સંભવ.
  • સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ.

Very heavy rainfall alert 2026: દેશમાં અત્યારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 12 જૂન સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં મુશળધાર વરસાદ ખાબકવાની ચેતવણી આપી છે. ખાસ કરીને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અલગ-અલગ જગ્યાએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં 6 થી 12 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

નોર્થ-ઈસ્ટમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, 6 થી 12 જૂન સુધી અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડશે. જ્યારે 7 થી 12 જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ મેઘમહેર થવાની શક્યતા છે. આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જેનાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

દક્ષિણ ભારતમાં પણ મેઘરાજાની બેટિંગ

દક્ષિણ ભારતની વાત કરીએ તો, 6 થી 12 જૂન સુધી કેરળ, માહે, લક્ષદ્વીપ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વ્યાપક વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 7 થી 10 જૂન વચ્ચે જોરદાર વરસાદ પડી શકે છે. કેરળ અને કર્ણાટકમાં અમુક જગ્યાએ તો વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.

પૂર્વ ભારતમાં વાવાઝોડાની શક્યતા

આંદામાન-નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 6 થી 12 જૂન સુધી સારો એવો વરસાદ પડશે. જ્યારે ઓડિશા, ઝારખંડ અને બિહારમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે. ગંગા પશ્ચિમ બંગાળ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામશે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતની સ્થિતિ

ઉત્તર ભારત: જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહી છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

મધ્ય અને પશ્ચિમ ભારત: 6 થી 12 જૂન દરમિયાન મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં વરસાદની આગાહી કરાઈ છે. આ તરફ મહારાષ્ટ્રમાં કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે. ખાસ કરીને કોંકણ અને ગોવામાં 6 થી 10 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ

આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અત્યારે ઉત્તર કેરળ, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મ્યાનમાર અને આંદામાન સમુદ્ર પર 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સર્જાયેલું છે. આ ઉપરાંત જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ છે. આ બંને સિસ્ટમ ભેગી થવાને કારણે આખા દેશમાં આવો વરસાદી અને તોફાની માહોલ બન્યો છે.

Frequently Asked Questions

દેશમાં ભારે વરસાદની ચેતવણી ક્યાં સુધી આપવામાં આવી છે?

હવામાન વિભાગે આગામી 12 જૂન સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં મુશળધાર વરસાદ ખાબકવાની ચેતવણી આપી છે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

આટલો ભારે વરસાદ પડવાનું મુખ્ય કારણ શું છે?

ઉત્તર કેરળ સહિતના વિસ્તારોમાં 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' અને જમ્મુ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ વરસાદી માહોલ બન્યો છે. આ બંને સિસ્ટમ એકસાથે સક્રિય છે.

દક્ષિણ ભારતમાં કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે?

દક્ષિણ ભારતમાં 6 થી 12 જૂન સુધી કેરળ, માહે, લક્ષદ્વીપ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક વરસાદની ચેતવણી છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ વરસાદ પડી શકે છે.

ટોપ સ્ટોરી

આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget