શોધખોળ કરો

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી 2 થી 5 દિવસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને ઓડિશા સહિતના રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચોમાસું ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત વિસ્તારોમાં પહોંચ્યું.
  • આગામી બે-ત્રણ દિવસમાં વધુ રાજ્યોમાં ચોમાસું સક્રિય થશે.
  • પછીના ચાર-પાંચ દિવસમાં છત્તીસગઢ, ઓડિશા સહિત પહોંચશે.
  • ભારે વરસાદ સાથે વાવાઝોડા, તેજ પવનની ચેતવણી જારી.

Monsoon update 2026: કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ચાતક નજરે વરસાદની રાહ જોતા લોકો માટે એક ખુશખબર છે. દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ હવે બરાબરની ગતિ પકડી લીધી છે. 6 જૂન, 2026 ના લેટેસ્ટ હવામાન અપડેટ મુજબ, ચોમાસું ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિતના વિસ્તારોમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 થી 5 દિવસમાં ચોમાસું દેશના અન્ય ઘણા રાજ્યોમાં સક્રિય થઈ જશે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું છે?

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોને કવર કરી ચૂક્યું છે. આ ઉપરાંત, આખું ગોવા, કર્ણાટકના અમુક ભાગો, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો તેમજ તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી છે. ઉત્તરપૂર્વ ભારતના મિઝોરમ અને મણિપુરમાં પણ ચોમાસું સારી રીતે આગળ વધ્યું છે. બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પણ વાતાવરણ ચોમાસા માટે એકદમ સાનુકૂળ બન્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ

આગામી 2 થી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી

ચોમાસાને વધુ આગળ વધવા માટે અત્યારે વાતાવરણ એકદમ અનુકૂળ છે.

આગામી 2 થી 3 દિવસમાં: હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુના બાકી રહેલા વિસ્તારોમાં પહોંચી જશે. આ સાથે જ બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વ ભારતના વધુ ભાગોમાં પણ તે આગળ વધે તેવી પૂરી સંભાવના છે.

આગામી 4 થી 5 દિવસમાં: ત્યારબાદના 4 થી 5 દિવસની વાત કરીએ તો, મેઘરાજા મધ્ય અરબી સમુદ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સુધી પહોંચી શકે છે.

જે-જે રાજ્યોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, કારણ કે શરૂઆતના વરસાદ સાથે તેજ પવન અને ગાજવીજ થવાની પણ શક્યતાઓ છે.

ગુજરાતમાં 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી! 2 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

રાજ્યના લોકો માટે હવામાન વિભાગે મોટા રાહતના સમાચાર આપ્યા છે. કાળઝાળ ગરમીથી પરેશાન ગુજરાતમાં 15 જૂનની આસપાસ વિધિવત રીતે ચોમાસું બેસી જવાની શક્યતા છે. અત્યારે એકસાથે 2 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં આગામી 1 સપ્તાહ સુધી વરસાદી માહોલ જોવા મળશે. એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રીના મંડાણ થયા છે, તો બીજી તરફ અમદાવાદ સહિતના વિસ્તારોમાં હજુ પણ આકરી ગરમીનો પ્રકોપ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં ચોમાસું આગળ વધીને મેંગ્લોર સુધી પહોંચી ગયું છે. બધું સમુંસૂતરું રહ્યું તો 15 જૂન સુધીમાં ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે. હાલમાં સિનોપ્ટિક સિસ્ટમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ - એમ 2 સિસ્ટમ એકસાથે એક્ટિવ છે. જેના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ

Frequently Asked Questions

હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કયા વિસ્તારોમાં પહોંચી ગયું છે?

હવામાન અપડેટ મુજબ, ચોમાસું ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિતના વિસ્તારોમાં પહોંચી ગયું છે. તેણે પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોને પણ આવરી લીધા છે.

આગામી દિવસોમાં ચોમાસું કયા રાજ્યોમાં આગળ વધશે તેવી શક્યતા છે?

આગામી 2-3 દિવસમાં તે મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુના બાકીના વિસ્તારોમાં પહોંચશે. ત્યારબાદ 4-5 દિવસમાં છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને સિક્કિમ સુધી પહોંચી શકે છે.

ચોમાસાના આગમન સાથે હવામાન વિભાગે શું ચેતવણી આપી છે?

હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી આપી છે. લોકોને શરૂઆતના વરસાદ સાથે તેજ પવન અને ગાજવીજથી સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Advertisement

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget