શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!

Tomorrow weather forecast May 10: દિલ્હી, UP, બિહાર સહિત 16 રાજ્યોમાં IMDની નવી ચેતવણી; ક્યાંક આકરી ગરમી તો ક્યાંક ભારે વરસાદ!.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશના ૧૬ રાજ્યોમાં આગામી ૪૮ કલાકમાં હવામાન પલટાશે.
  • ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે પવન, વરસાદ અને ગાજવીજની ચેતવણી.
  • દક્ષિણ-પૂર્વ ભારતમાં લો-પ્રેશર બનતા વરસાદની સંભાવના.
  • કેટલાક રાજ્યોમાં ગરમી યથાવત, અન્યત્ર વરસાદની આગાહી.

Tomorrow weather forecast May 10: જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા હવામાનનો આ તાજો રિપોર્ટ જરૂર જાણી લેજો. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દેશના 16 જેટલા રાજ્યોમાં આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને દિલ્હી સહિતના ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે બીજી તરફ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હજુ પણ આકરી ગરમી એટલે કે હીટવેવનો પ્રકોપ જોવા મળશે. આવો જાણીએ 10 મે અને ત્યારપછીના દિવસોમાં તમારા રાજ્યનું હવામાન કેવું રહેશે.

હવામાન વિભાગનું માનીએ તો, 11 મે ની આસપાસ બંગાળની ખાડીમાં 'લો-પ્રેશર' (ઓછા દબાણવાળું ક્ષેત્ર) સર્જાવાના એંધાણ છે. આની સીધી અસર દક્ષિણ અને પૂર્વ ભારતના હવામાન પર પડશે. જેના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને UP માં વરસાદની શક્યતા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 11 થી 14 મે વચ્ચે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

ચાલો જોઈએ અલગ-અલગ રાજ્યોના હવામાનની સ્થિતિ:

દિલ્હી (9 થી 11 મે): જો તમે દિલ્હીમાં છો, તો 10 મેના રોજ આકાશ એકદમ ચોખ્ખું રહેશે. પણ 11 અને 12 મેથી વાતાવરણનો મિજાજ બદલાશે. અહી હળવા વરસાદ સાથે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર પ્રદેશ (10 થી 14 મે): UP ના લોકો હાલ આકરી ગરમીથી પરેશાન છે, પણ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે. અનેક જિલ્લાઓમાં 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને હળવા વરસાદની શક્યતા છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે. લખનૌમાં 12-13 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે પ્રયાગરાજમાં 13 મેએ હળવો વરસાદ પડતાં ભેજ વધી શકે છે.

બિહાર (10 થી 15 મે): બિહારના લોકોએ થોડું સાવચેત રહેવાની જરૂર છે. અહી ઘણા વિસ્તારોમાં 60 કિમીની ઝડપે પવન અને ભારે તોફાનનું એલર્ટ છે. રાજધાની પટના સહિત પશ્ચિમ ચંપારણ, મુઝફ્ફરપુર, દરભંગા અને પૂર્ણિયા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને ક્યાંક કરા પણ પડી શકે છે.

ઝારખંડ (10 થી 15 મે): અહીં રાંચી, જમશેદપુર, બોકારો, હજારીબાગ અને ધનબાદમાં 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ અને વીજળી પડવાની આગાહી છે. તો ઘરની બહાર નીકળતી વખતે ખાસ ધ્યાન રાખવું.

ઉત્તરાખંડ (10 થી 14 મે): ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં 11 થી 14 મે વચ્ચે હવામાન બગડી શકે છે. દેહરાદૂન, ઉત્તરકાશી અને નૈનીતાલમાં વરસાદ પડશે અને કરા પણ પડી શકે છે. પિથોરાગઢના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થવાની પણ શક્યતા છે.

આવતીકાલનું હવામાનઃ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે, 45 કિમીની ઝડપે ફૂંકાશે પવન

હિમાચલ પ્રદેશ (10 થી 14 મે): હિમાચલ પ્રદેશમાં પણ શિમલા અને મનાલીમાં વરસાદની સાથે હિમવર્ષા થવાના એંધાણ છે. ધર્મશાળા, મંડી અને કાંગડામાં વરસાદ માટે એલર્ટ જારી કરાયું છે.

રાજસ્થાન (10 થી 12 મે): અહીં તમને મિશ્ર હવામાન જોવા મળશે. પશ્ચિમ રાજસ્થાનમાં (જેમ કે જોધપુર અને બિકાનેર) હજુ પણ ગરમીનો પ્રકોપ (હીટવેવ) રહેશે. પણ પૂર્વ ભાગમાં (જયપુર, ઉદયપુર, કોટા) 12 થી 14 મે વચ્ચે હળવો વરસાદ પડી શકે છે.

મધ્યપ્રદેશ (10 થી 13 મે): MP માં પણ 10 થી 13 મે વચ્ચે ગાજવીજ અને વરસાદનું એલર્ટ છે. ભોપાલ, જબલપુર, ગ્વાલિયર અને ઉજ્જૈનમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. જોકે, 12 અને 13 મેના રોજ પશ્ચિમ ભાગોમાં અને ઇન્દોરમાં ગરમ પવનો ફૂંકાશે અને ગરમીની લહેર પાછી ફરી શકે છે.

ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ, આ જિલ્લાઓમાં માવઠું પડતાં ખેડૂતો ચિંતામાં

Frequently Asked Questions

10 મે, 2024 ના રોજ દેશના કયા રાજ્યોમાં ભારે પવન અને વરસાદની આગાહી છે?

ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી છે. કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે.

11 મે ની આસપાસ બંગાળની ખાડીમાં શું સર્જાવાની શક્યતા છે અને તેની શું અસર થશે?

11 મે ની આસપાસ બંગાળની ખાડીમાં 'લો-પ્રેશર' (ઓછા દબાણવાળું ક્ષેત્ર) સર્જાવાના એંધાણ છે. આની સીધી અસર દક્ષિણ અને પૂર્વ ભારતના હવામાન પર પડશે.

દિલ્હીમાં 10 થી 12 મે દરમિયાન હવામાન કેવું રહેશે?

10 મેના રોજ દિલ્હીમાં આકાશ એકદમ ચોખ્ખું રહેશે. 11 અને 12 મેથી વાતાવરણ બદલાશે અને હળવા વરસાદ સાથે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર પ્રદેશના કયા શહેરોમાં 12-13 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે અને 13 મેના રોજ કયા શહેરમાં હળવો વરસાદ પડી શકે છે?

લખનૌમાં 12-13 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે. પ્રયાગરાજમાં 13 મેએ હળવો વરસાદ પડતાં ભેજ વધી શકે છે.

બિહારના કયા વિસ્તારોમાં 60 કિમીની ઝડપે પવન અને ભારે તોફાનનું એલર્ટ છે?

પટના, પશ્ચિમ ચંપારણ, મુઝફ્ફરપુર, દરભંગા અને પૂર્ણિયા જેવા વિસ્તારોમાં 60 કિમીની ઝડપે પવન અને ભારે તોફાનનું એલર્ટ છે. ગાજવીજ સાથે વરસાદ અને કરા પણ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Embed widget