શોધખોળ કરો
Advertisement
મંદીના માહોલમાં મોદી સરકાર માટે આવ્યા સારા સમાચાર, IMFએ ફેરવી તોળતાં કહ્યું કે- ભારતમાં વિકાસની
છેલ્લા અમુક દિવસોમાં દુનિયાભરની રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થતંત્રના ગ્રોથ રેટ અંદાજમાં ઘટાડો કર્યો છે.ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને 4.5 ટકા રહ્યો છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે આઈએમએપ પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જીવાએ કહ્યું કે, ભારતમાં વિકાસની ધીમી ગતિ અસ્થાયી છે, આગળ સુધારાની આશા છે. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોનિક ફોર 2020માં તેમમે આ વાત કહી છે. તેમણે એ પણ કહ્યું કે, ઓક્ટોબર 2019માં આઈએમએફે જ્યારે પોતાના વિશ્વ આર્થિક આઉટલુકની જાહેરાત કરી હતી તેની તુલનામાં જાન્યુઆરી 2020માં દુનિયા સારા સ્થાન પર છે.
IMF ચીફે કહ્યું કે વિશ્વ અર્થતંત્રમાં તેજીનું કારણ અમેરિકા-ચીન વચ્ચે પહેલા તબક્કાની વ્યાપાર સમજૂતી, ટ્રેડ ટેન્શનમાં ઘટાડો અને નીતિગત ટેક્સમાં સતત ઘટાડો છે. જોકે તેમણે એ પણ કહ્યું કે, દુનિયા માટે માત્ર 3.3 ટકાનો ગ્રોથ રેટ રેવો એ ઉત્સાહજનક નથી. આ ઉપરાંત આઈએમએફ પ્રમુખે કહ્યું કે, ‘હાલ પણ અર્થતંત્રની ગતિ ધીમી છે. અમે ઇચ્છીએ છીએ કે નાણાકીય નીતિઓ વધુમાં વધુ આક્રામક થાય અને માળખાકીય સુધારાઓ ઝડપી બને.’
આપને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં દુનિયાભરની રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થતંત્રના ગ્રોથ રેટ અંદાજમાં ઘટાડો કર્યો છે. આઈએમએફ, યુનાઇટેડ નેશન, ફિચ સહિત કેટલીક એજન્સીઓએ નાણાકીય વર્ષ 2019-2020 માટે ભારતના GDP ગ્રોથ રેટ અંદાજમાં ઘટાડો કર્યો છે અને દર 5 ટકા નજીક રહેવાનો અંદાજ રજૂ કર્યો છે.
નોંધનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને 4.5 ટકા રહ્યો છે. જે સાડા છ વર્ષની નીચલી સપાટી છે. જ્યારે, પહેલા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર માત્ર 5 ટકા રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion