Poll of Polls: અત્યાર સુધીમાં થયેલા તમામ સર્વેમાં કોની સરકાર બનવાનો અંદાજ, Congress BJP ને કેટલી સીટો, જાણો
Opinion Poll Results: લોકસભા ચૂંટણી 2024ને લઈ અત્યાર સુધીમાં અનેક સર્વે થઈ ચુક્યા છે.
2024 Lok Sabha Seat Opinion Poll Results: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે, કોંગ્રેસ, TMC સહિત 24 વિરોધ પક્ષોએ NDAનો સામનો કરવા માટે INDIA ગઠબંધનની રચના કરી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન પણ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે, અત્યાર સુધી ઘણી ચેનલોએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીની બેઠકોને લઈને સર્વે હાથ ધર્યો છે. ત્રણ મહત્વપૂર્ણ સર્વેના પરિણામો દ્વારા જાણો, NDA-INDIA ગઠબંધનમાં કોણ આગળ છે, કોને કેટલી સીટો મળવાની ધારણા છે?
જો ત્રણેય સર્વેક્ષણો પર નજર કરીએ, તો નવીનતમ સર્વે ટાઇમ્સ નાઉ ઇટીજીનો છે, જે 15 જૂનથી 13 ઓગસ્ટની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર એનડીએ અને INDIAના ગઠબંધનના વોટ શેરમાં માત્ર બે ટકાનો તફાવત જોવા મળ્યો છે. ત્રણેય સર્વે દ્વારા જાણીએ કે ચૂંટણીના મતદાનમાં કોને ફાયદો થવાની ધારણા છે અને કોની હાર થવાની છે?
ટાઈમ્સ નાઉ ETG સર્વેનો અંદાજ?
આ સપ્તાહની શરૂઆતમાં જાહેર કરાયેલા આ સર્વે અનુસાર એનડીએને 296થી 326 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસ સહિત વિપક્ષી INDIA ગઠબંધનને 160 થી 190 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે YRCP પાર્ટીને 24 થી 25 બેઠકો, BJDને 12 થી 14 બેઠકો, BRSને 9 થી 11 બેઠકો અને અન્યને 11 થી 14 બેઠકો મળવાની ધારણા છે. એકલા ભાજપની વાત કરીએ તો પાર્ટીને 288 થી 314 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 62થી 80, AAPને 5-7, TMCને 22-24 બેઠકો મળી શકે છે.
કોને કેટલો વોટ શેર?
એનડીએ - 42.60 ટકા
INDIA - 40.20 ટકા
YSRCP - 2.67 ટકા
બીજેડી - 1.75 ટકા
BRS - 1.15 ટકા
અન્ય - 11.63 ટકા
ઇન્ડિયા ટીવી સીએનએક્સ સર્વેમાં કોને કેટલી સીટો મળી ?
ઈન્ડિયા ટીવીનો આ સર્વે ઈન્ડિયા એલાયન્સની રચના પછી કરવામાં આવ્યો છે, જેના પરિણામો જુલાઈના અંતમાં જાહેર કરવામાં આવ્યા હતા. સર્વેના આંકડા અનુસાર, NDAને કુલ 543 બેઠકોમાંથી 318 બેઠકો, વિપક્ષી INDIA ગઠબંધનને 175 બેઠકો અને અન્યને 50 બેઠકો મળવાનો અંદાજ છે. વોટ શેર જોતા એ વાત સામે આવી છે કે બીજેપીને આગામી 42.5 ટકા વોટ મળશે. જ્યારે INDIA એલાયન્સને 24.9 ટકા વોટ શેર અને અન્યને 33 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે.
ઈન્ડિયા ટુડેનો સર્વે શું કહે છે?
ઈન્ડિયા ટીવીનો મૂડ ઓફ ધ નેશન સર્વે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવ્યો હતો. જે મુજબ, એનડીએને 298 બેઠકો, યુપીએ (INDIA ગઠબંધનની રચના થઈ ન હતી) 153 બેઠકો અને અન્યને 92 બેઠકો મળવાનો અંદાજ હતો. ભાજપને પોતાના દમ પર 284 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને 68 અને અન્યને 191 બેઠકો મળી શકે છે.
વોટ શેર?
એનડીએ - 43 ટકા
યુપીએ - 30 ટકા
ભાજપ - 39 ટકા
કોંગ્રેસ - 22 ટકા