શોધખોળ કરો
Advertisement
NRCની જગ્યાએ યૂથ કોંગ્રેસે ચાલુ કર્યું નેશનલ બેરોજગારી રજિસ્ટર, તમે બેરોજગાર છો તો કરો મિસકોલે
યૂથ કોંગ્રેસે એનઆરયુ અભિયાન માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. આવેલા મિસ કોલના આંકડા સરકારને મોકલવામાં આવશે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રિય નાગરિકાત રજિસ્ટર (એનઆરસી)ની જગ્યાએ યૂથ કોંગ્રેસ રાષ્ટ્રીય બેરોજગારી રજિસ્ટર (એનઆરયૂ)બનાવવાનું અભિયાન ચલાવશે. તેને કોંગ્રેસ ઓફિસમાં 23 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવ્યું. આ અવસર પર યૂથ કોંગ્રેસ અધ્યક્ષ બીવી શ્રીનિવાસે કહ્યું કે, દેશમાં 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી છે. મોદી સરાકરે છ વર્ષ પહેલા કહ્યું હતું કે દર વર્ષે બે કરોડ નોકરી આપશે. આ પ્રમામે 12 કોરડ નોકરી આપવાની હતી પરંતુ આપી કેટલી તેનો કોઈ આંકડો નથી.
તેમણે આગળ જણાવ્યું હતું કે, પહેલા ખેડૂતો આત્મહત્યા કરતા હતા અને હવે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. જેના પર કોઈ વાત કરતું નથી. તળીયે જતાં જીડીપી પર કોઈ વાત કરતું નથી. નોકરી પર સવાલો કરતા પકોડા તળવાની સલાહ આપે છે. પણ ડુંગળી 150 રૂપિયા થઈ ગઈ છે તો પકોડા પણ કઈ રીતે બનાવીએ ?
શ્રીનિવાસે કહ્યું કે, યુવાઓને નોકરીનું ગ્રહણ લાગ્યું છે, તને જોવા માટે મોદીજીને ક્યા ચશ્મા જોઈએ? નોટબંધી અને જીએસટી, એનઆરસીની જરૂરત કોઈને ન હતી. કોઈ તેની માગ કરી રહ્યા ન હતા. દેશને રાષ્ટ્રીય બેરોજગારી રજિસ્ટર (એનઆરયૂ) જોઈએ છે. નરેન્દ્ર મોદી જેટલા યુવાઓને નોકરી નથી મળી તેની સાથે વાત કરે. શિખર ધવનનો અંગૂઠો તૂટ્યો ત્યારે મોદીજીએ ટ્વિટ કર્યું હતું. દેશભરમાં આંદોલન થઈ રહ્યા છે, હિંસા થઈ રહી છે, પરંતુ પીએને તેના પર બોલવીની કોઈ પડી નથી.
યૂથ કોંગ્રેસે એનઆરયુ અભિયાન માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. જેના પર આવેલા મિસ કોલના આંકડા સરકારને મોકલવામાં આવશે. જેનો ટોલ ફ્રિ નંબર છે 8151994411 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
સુરત
Advertisement