શોધખોળ કરો
Advertisement
MPના મુખ્યમંત્રી કમલનાથના OSDના ઘર પર આવકવેરા વિભાગના દરોડા
લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘરે મોડી રાત્રે 3 વાગ્યે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા
ઇન્દોરઃ લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘરે મોડી રાત્રે 3 વાગ્યે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા અંગે લોકોને સવારે જાણ થઇ જ્યારે ઇન્દોર સ્થિત ઘર બહાર અધિકારીઓની ભીડ જોવા મળી હતી. લગભગ 15 સર્ચ કરી રહ્યા છે. કમલનાથના ઓએસડી પ્રવીણ કક્કડના ઇન્દોરમાં વિજયનગર સ્થિત ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. કક્કડની સંપત્તિ આવક કરતા વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કમલનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારે ભૂપેન્દ્ર ગુપ્તા ઓએસડી બન્યા હતા જેમને હટાવીને તાજેતરમાં જ પ્રવીણ કક્કડને ઓએસડી બનાવ્યા હતા. કક્કડ મધ્યપ્રદેશમાં પોલીસ અધિકારી હતા. વર્ષો અગાઉ કક્કડે વીઆરએસ લીધું હતું. તેમને ઝાબુઆના સાંસદ ને પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ કાંતિલાલ ભૂરિયાના નજીકના હોવાનું માનવામાં આવે છે.
કક્કડને સારી સેવાઓ માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2004થી વર્ષ 2011 સુધી ભારત સરકારમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રીના વિશેષ ડ્યુટી અધિકારીના રૂપમાં કાર્ય કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion