શોધખોળ કરો
Advertisement
ગુજરાત સહિત 6 રાજ્યમાંથી આવતા લોકોને આ રાજ્યમાં સાત દિવસ માટે કરાશે ઈન્સ્ટિટ્યૂશનલ કોરન્ટાઈન, જાણો વિગત
કર્ણાટકમાં કોરોનાના કુલ 1743 કેસ નોંધાયા છે. 41 લોકોના મોત થયા છે અને 597 સાજા થઈ ગયા છે.
બેંગલુરુઃ દેશમાં હાલ લોકડાઉન 4 ચાલી રહ્યું છે. જેમાં અનેક છૂટછાટ સાથે વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
જેને લઈ કર્ણાટકે છ રાજ્યોમાંથી આવતા ઘરેલુ ઉડાન દ્વારા આવતા પ્રવાસીઓને તેમના રાજ્યમાં સાત દિવસ માટે ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈન કરશે. કર્ણાટકના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (DGP) પ્રવીણ સુદે કહ્યું, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતા લોકોને કર્ણાટકમાં 7 દિવસ માટે ઈન્સ્ટિટ્યૂશનલ કોરેન્ટાઈનમાં રાખવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કર્ણાટકમાં કોરોનાના કુલ 1743 કેસ નોંધાયા છે. 41 લોકોના મોત થયા છે અને 597 સાજા થઈ ગયા છે.Incoming domestic flight passengers from Maharashtra, Rajasthan, Delhi, Gujarat, Tamil Nadu, Delhi & Madhya Pradesh will undergo 7-day institutional quarantine, followed by home quarantine: Praveen Sood, Karnataka Director General of Police (DGP) pic.twitter.com/EvoLwGVT3M
— ANI (@ANI) May 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement