દેશના કયાં 7 રાજ્યોમાં ફરી કોરોનાના કેસમાં જોવા મળ્યો વધારો, સરકારની ચિંતા વધી
દેશના સાત રાજ્યોના 22 જિલ્લામાં કોરોના સંક્રમણના નવા કેસમાં ફરી એકવાર ઉછાળો જાવો મળી રહ્યો છે.
Health Ministry on Corona cases: દેશના સાત રાજ્યોના 22 જિલ્લામાં કોરોના સંક્રમણના નવા કેસમાં ફરી એકવાર ઉછાળો જાવો મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની નિયમિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંગળવારે સંયુકત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાના કેસમાં આ વધારો ચિંતાનો વિષય છે.
તેમણે કહ્યું કે, કોવિડના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળતો હતો. જો કે છેલ્લા 4 સપ્તાહમાં દેશના કયાં 7 રાજ્યોમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવામ મળ્યો છે. દેશના સાત રાજ્યોના 22 જિલ્લા એવા છે. જ્યાં કોરોનાના સંક્રમણનો દર વધી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.
લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં 54 54 જિલ્લામાં 10 ટકાથી વધુ પોઝિટિવ કેસ છે. સમગ્ર વિશ્વમાં પણ, કોવિડ કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે અમે વાયરસ સામેની લડતમાં ઢીલાશ નથી મૂકવાની હાલ એવા વિસ્તારને ટ્રેક કરવા પ્રાથમિકતા છે જ્યાં વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.
આરોગ્ય મંત્રાલયની બ્રીફિંગ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 44 કરોડથી વધુ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યાં છે. લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આખા વિશ્વમાં 5 લાખથી વધુ કેસ નોંધાયા છે અને છેલ્લા 14 દિવસમાં ફ્રાંસના કેસોમાં તેજી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે હવે દેશમાં .97. 4 રિકવરી રેટ થઇ ગયો છે પરંતુ હજુ ખતરો ટળ્યો નથી.
નોર્થ ઇન્ટમાં કેસમાં વધારો
ગત સપ્તાહે કોરોનાના ડેટા દર્શાવે છે કે, ભારતના કેટલાક રાજ્યોના જિલ્લાઓમાં કેસ વધ્યા છે. પરંતુ ઉત્તર પૂર્વમાં, આસામ સિવાય, છેલ્લા અઠવાડિયે કોરોનાના કેસોમાં 16.2 ટકાનો વૃદ્ધિ દર વધ્યો છે. ઉત્તર-પૂર્વના સાતમાંથી ચાર રાજ્યોમાં કોરોના સ્પાઇક જોવા મળી હતી, જ્યારે અરુણાચલ પ્રદેશમાં ગયા અઠવાડિયે કોવિડ ચૂંટેલા નજીકના કેસ નોંધાયા હતા.
ભારતમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે, તેમ છતાં દેશના કેટલાક એવા જિલ્લા છે જ્યાં રોજના 100થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, દેશના 62 જિલ્લામાં રોજના 100થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ કેસ જે તે જિલ્લાના ખૂબ મર્યાદીત વિસ્તારમાં જ નોંધાઈ રહ્યા છે. કેરળના સાત, મણિપુરના પાંચ અને મેઘાલયના ત્રણ સહિત કુલ 22 જિલ્લામાં છેલ્લા ચાર સપ્તાહથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાની વાત છે.
મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 29,689 નવા કેસ નોંધાયા અને 415 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 42,363 લોકો કોરોનાથી ઠીક થયા છે