શોધખોળ કરો

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં 40-50 kmph ની ઝડપે તોફાની પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMDની આગામી સાત દિવસ દેશમાં ભારે વરસાદની આગાહી.
  • ઉત્તર, મધ્ય ભારતમાં 10 થી 16 ઓગસ્ટ ભારે વરસાદ.
  • પૂર્વ, પશ્ચિમ રાજ્યોમાં ગાજવીજ અને પવનની સંભાવના.

IMD 7 day weather alert: દેશભરમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજથી આવનારા 7 દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદની ચેતવણી (એલર્ટ) જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની અને વીજળી પડવાની પણ પ્રબળ સંભાવના છે. ચાલો વિગતવાર જાણીએ કે તમારા રાજ્યમાં ક્યારે અને કેવું રહેશે હવામાન.

ઉત્તર ભારત અને રાજધાનીમાં કેવો રહેશે માહોલ?

ઉત્તર ભારતની વાત કરીએ તો, 10 થી 16 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના ઘણા પહાડી અને મેદાની વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત હરિયાણા, ચંદીગઢ, દિલ્હી (NCR) અને પંજાબના વિસ્તારોમાં 10-11 ઓગસ્ટ અને ત્યારબાદ 13 ઓગસ્ટે વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે 14 ઓગસ્ટે પૂર્વ ઉત્તર પ્રદેશમાં અને 10 થી 12 ઓગસ્ટ દરમિયાન પૂર્વ રાજસ્થાનમાં અનેક સ્થળોએ મેઘરાજા મહેરબાન થશે.

મધ્ય ભારતમાં વરસાદનું જોર યથાવત

મધ્ય ભારતમાં પણ વરસાદ પોતાની પૂરી લયમાં જોવા મળશે. 10 થી 12 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અને 10 થી 16 ઓગસ્ટ સુધી પૂર્વ મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ મહારાષ્ટ્રના વિદર્ભમાં 13 અને 14 ઓગસ્ટે, જ્યારે છત્તીસગઢમાં 10 ઓગસ્ટ તથા 13 થી 16 ઓગસ્ટ દરમિયાન અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.

પૂર્વ ભારતમાં તોફાની પવન અને વીજળીની દહેશત

પૂર્વ તરફ નજર કરીએ તો, 10 થી 16 ઓગસ્ટ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. ઝારખંડમાં 10 અને 11 ઓગસ્ટે અમુક સ્થળોએ અને ત્યારબાદ 12 થી 16 ઓગસ્ટ દરમિયાન અનેક વિસ્તારોમાં સારો વરસાદ થશે. આવી જ રીતે બિહારમાં 10 થી 12 ઓગસ્ટે છૂટોછવાયો અને 13 થી 16 ઓગસ્ટ સુધી ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી શકે છે. અહીં ખાસ કરીને ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી અપાઈ હોવાથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચોઃ દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

પૂર્વોત્તર રાજ્યોમાં સતત આખું અઠવાડિયું વરસાદ

પૂર્વોત્તર (નોર્થ-ઈસ્ટ) રાજ્યોમાં પણ મેઘમહેર ચાલુ રહેશે. 10 થી 14 ઓગસ્ટ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ જગ્યાએ ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. આ તમામ રાજ્યોમાં 10 થી 16 ઓગસ્ટના સમગ્ર સપ્તાહ દરમિયાન પણ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતો રહેશે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ક્યારે પડશે વરસાદ?

પશ્ચિમ ભારતમાં 10 થી 16 ઓગસ્ટ સુધી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં અલગ-અલગ જગ્યાએ વરસાદની આગાહી છે. આપણા ગુજરાતની વાત કરીએ તો, 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ગુજરાત ક્ષેત્રમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે 14 થી 16 ઓગસ્ટે અહીં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત 10 થી 12 ઓગસ્ટે ગુજરાત ક્ષેત્રમાં અને 10-11 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગાજવીજ તથા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Frequently Asked Questions

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કેટલા દિવસ માટે વરસાદી એલર્ટ જારી કરવામાં આવ્યું છે?

IMD દ્વારા આજથી આવનારા 7 દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. આ દરમિયાન 40-50 કિમી/કલાકની ઝડપે પવનો ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના છે.

ગુજરાતમાં કયા દિવસો દરમિયાન વરસાદની આગાહી છે?

ગુજરાત ક્ષેત્રમાં 10 થી 13 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી શકે છે, જ્યારે 14 થી 16 ઓગસ્ટે છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 10-11 ઓગસ્ટે ગાજવીજ સાથે વરસાદ રહેશે.

કયા વિસ્તારોમાં તોફાની પવન અને વીજળી પડવાની ખાસ ચેતવણી આપવામાં આવી છે?

પૂર્વ ભારતમાં (જેમ કે ઝારખંડ અને બિહાર) ખાસ કરીને ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી અપાઈ છે. ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે.

ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

ઉત્તર ભારતમાં 10 થી 16 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડમાં સારો વરસાદ પડશે. દિલ્હી સહિત હરિયાણા, પંજાબમાં 10-11 અને 13 ઓગસ્ટે વરસાદની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
ડ્રાઇવિંગ લાઇસન્સ પર કેન્દ્ર સરકારનો મોટો પ્રસ્તાવ: ₹200 ની ફી માફ, જાણો કોને થશે ફાયદો
ડ્રાઇવિંગ લાઇસન્સ પર કેન્દ્ર સરકારનો મોટો પ્રસ્તાવ: ₹200 ની ફી માફ, જાણો કોને થશે ફાયદો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget