શોધખોળ કરો

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

દિલ્હીથી લઈને યુપી, બિહાર અને ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે, જાણો તમારા રાજ્યમાં આવતીકાલે કેવું રહેશે હવામાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશના ૧૭ રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું.
  • દિલ્હી, ભોપાલ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદથી રાહત મળી.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાના પ્રવાહથી વરસાદમાં વધારો થયો.
  • મધ્ય, પશ્ચિમ, પૂર્વોત્તર ભારતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ શક્ય.

India weather forecast August 11: દેશભરમાં ચોમાસું ફરી એકવાર ફૂલ ફોર્મમાં આવી ગયું છે. હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને છેક આસામથી મિઝોરમ, ત્રિપુરા અને નાગાલેન્ડ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, દેશના કુલ 17 રાજ્યો માટે આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અલ નીનોની અસરને કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યો અત્યાર સુધી સારા વરસાદથી વંચિત હતા. દિલ્હીવાસીઓ તો છેલ્લા 15 થી 20 દિવસથી અસહ્ય ભેજવાળી ગરમીનો સામનો કરી રહ્યા હતા. જોકે, છેલ્લા બે દિવસથી રાજધાનીમાં સારો એવો વરસાદ પડ્યો છે, જેથી લોકોને મોટી રાહત મળી છે. આવી જ રીતે, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પણ છેલ્લા 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. માત્ર આ બે રાજ્યો જ નહીં, યુપી, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવો જ વરસાદી માહોલ જામ્યો છે. આ સ્થિતિને જોતા હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

આ 17 રાજ્યોમાં અપાઈ છે ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના લિસ્ટમાં નીચેના રાજ્યોનો સમાવેશ થાય છે:

દિલ્હી

ઉત્તર પ્રદેશ

બિહાર

રાજસ્થાન

મધ્ય પ્રદેશ

હિમાચલ પ્રદેશ

ઉત્તરાખંડ

પંજાબ

હરિયાણા

ગુજરાત

આસામ

અરુણાચલ પ્રદેશ

મેઘાલય

નાગાલેન્ડ

મણિપુર

મિઝોરમ

ત્રિપુરા

IMD ની ચેતવણી મુજબ, મંગળવારે મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં તેજ પવન અને ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. વીજળી પડવાની સંભાવના હોવાથી લોકોને ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. વૃક્ષો કે કાચા મકાનો નીચે ઊભા ન રહેવા, ટ્રાફિકની સ્થિતિ જાણીને જ બહાર નીકળવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અચાનક કેમ બદલાયું વાતાવરણ?

હવામાન નિષ્ણાતોના મતે, 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' (પશ્ચિમી વિક્ષેપ) ને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાદળોનો જમાવડો થઈ રહ્યો છે, જેની સીધી અસર પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ રૂપે જોવા મળશે. આ ઉપરાંત, ચોમાસાના પ્રવાહને લીધે છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ એલર્ટ અપાયું છે. જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

જાણો 11 ઓગસ્ટે તમારા રાજ્યમાં કેવું રહેશે હવામાન?

ગુજરાત: આવતીકાલે 11 ઓગસ્ટે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને પંચમહાલમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. રાજધાની ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે અને તાપમાન 29 થી 27 ડિગ્રીની વચ્ચે રહેશે.

દિલ્હી-NCR (11 થી 15 ઓગસ્ટ): આવતીકાલ માટે અહીં યલો એલર્ટ જાહેર કરાયું છે. 12 થી 15 ઓગસ્ટ સુધી આકાશ વાદળછાયું રહેશે અને હળવો કે ઝરમર વરસાદ પડી શકે છે. આવતીકાલે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી રહેવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશ: પશ્ચિમ યુપીના મેરઠ, ગાઝિયાબાદ, નોઈડા, બુલંદશહેર, આગ્રા, મથુરા સહિતના વિસ્તારો અને પૂર્વ યુપીના વારાણસી, ગોરખપુર, આઝમગઢ, બલિયા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. લખનૌમાં પણ કાલનો દિવસ ભારે વરસાદવાળો રહી શકે છે (મહત્તમ 34, લઘુત્તમ 28 ડિગ્રી).

બિહાર: પૂર્વ બિહારના ભાગલપુર, પૂર્ણિયા, કટિહાર વગેરેમાં ભારે વરસાદ અને પશ્ચિમ બિહારના બક્સર, છાપરા, સિવાનમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી અપાઈ છે. પટનામાં મહત્તમ તાપમાન 35 અને લઘુત્તમ 29 ડિગ્રી રહેશે, જ્યારે ગયામાં 34 થી 28 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

મધ્ય પ્રદેશ: ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, રતલામ, સિહોર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અહીં વીજળી પડવાની અને ભારે વરસાદની પૂરી શક્યતા છે. ભોપાલનું તાપમાન 26 થી 24 ડિગ્રી અને ઇન્દોરનું 24 થી 23 ડિગ્રી રહેશે.

ઉત્તરાખંડ: પહાડી રાજ્યોમાં પણ મેઘરાજા કોપાયમાન થઈ શકે છે. દહેરાદૂન, હરિદ્વાર, નૈનીતાલ વગેરે જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. દહેરાદૂનમાં મહત્તમ 27 ડિગ્રી અને હરિદ્વારમાં 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ શકે છે.

પંજાબ અને હરિયાણા: પંજાબના લુધિયાણા, અમૃતસર, પટિયાલા અને ચંદીગઢમાં ભારે વરસાદની આગાહી છે. ચંદીગઢમાં તાપમાન 30 થી 27 ડિગ્રી રહેશે. હરિયાણામાં અંબાલા અને રેવાડીમાં ભારે વરસાદ પડશે, જ્યારે ગુરુગ્રામ, હિસાર અને રોહતકમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે.

ઉત્તર-પૂર્વ રાજ્યો (11 થી 15 ઓગસ્ટ): 11 ઓગસ્ટે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં છૂટોછવાયો વરસાદ પડશે. જ્યારે 11 થી 15 ઓગસ્ટ દરમિયાન ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડમાં વ્યાપક અને ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Frequently Asked Questions

હાલ દેશભરમાં ચોમાસાની શું સ્થિતિ છે?

હવામાન વિભાગની આગાહી મુજબ, દેશભરમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

વાતાવરણમાં અચાનક શા માટે આટલો બદલાવ આવ્યો છે?

હવામાન નિષ્ણાતોના મતે, 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાદળોનો જમાવડો થઈ રહ્યો છે. આ ઉપરાંત, ચોમાસાના પ્રવાહને લીધે પણ અનેક રાજ્યોમાં વરસાદ સક્રિય બન્યો છે.

દેશના કયા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે?

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને પંજાબ સહિત કુલ 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના હોય ત્યારે શું સાવચેતી રાખવી જોઈએ?

લોકોને વૃક્ષો કે કાચા મકાનો નીચે ઊભા ન રહેવા, ટ્રાફિકની સ્થિતિ જાણીને જ બહાર નીકળવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget