રાહુલ ગાંધીની બેઠક પર જ ઈન્ડિયા ગઠબંધનમાં વિવાદ, વાયનાડથી CPIએ ઉમેદવારની કરી જાહેરાત
ગઠબંધનમાં સામેલ CPIએ આ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. CPIએ એની રાજાને વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.
I.N.D.I.A News: કેરળની જે વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી સાંસદ છે ત્યાં ઈન્ડિયા ગઠબંધનમાં વિવાદ જોવા મળી રહ્યો છે. ગઠબંધનમાં સામેલ CPIએ આ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
#WATCH | Delhi | CPI announces candidates on Thiruvananthapuram, Wayanad, Thrissur, and Mavelikara Lok Sabha seats in Kerala.
— ANI (@ANI) February 26, 2024
Party candidate for Wayanad, Annie Raja says, "For such a long time, CPI - under the LDF alliance - is contesting on the four seats...This time also,… pic.twitter.com/WXMmt9qpSf
CPIએ એની રાજાને વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. CPIના મહાસચિવ ડી રાજાએ આ માહિતી આપી છે.
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) એ કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તેના વરિષ્ઠ નેતા એની રાજાને નામાંકિત કર્યા છે, જ્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાંસદ છે. તમને જણાવી દઈએ કે CPI કેરળના શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટમાં બીજા સૌથી મોટા ગઠબંધન પાર્ટનર છે. પન્નિયા રવિન્દ્રન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરની બેઠક પરથી ચૂંટણી લડશે.
હાલમાં આ સીટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસે છે. દરમિયાન, પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ પન્નિયન રવીન્દ્રન તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે. આ બીજી મહત્વની બેઠક છે, જેનું પ્રતિનિધિત્વ હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર કરે છે.
આ જાહેરાત પાર્ટીના રાજ્ય સચિવ બિનોય વિશ્વમે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેમણે કહ્યું કે ત્રિશૂરથી ભૂતપૂર્વ કૃષિ પ્રધાન વીએસ સુનિલ કુમાર અને પાર્ટીની યુવા પાંખ એઆઈવાયએફના નેતા સીએ અરુણકુમારને માવેલિકારા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે.
કોણ છે એની રાજા?
પાર્ટીના નેતા એની રાજા, સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાની પત્ની હાલમાં નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન (NFIW)ના જનરલ સેક્રેટરી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એની રાજા કન્નુરના ઈરીટ્ટીની રહેવાસી છે અને તેનો જન્મ ડાબેરી પૃષ્ઠભૂમિ ધરાવતા ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.
એની રાજા તેના શાળાના દિવસોમાં સીપીઆઈ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનમાં સભ્ય તરીકે જોડાયા હતા. ત્યારબાદ તે 22 વર્ષની ઉંમરે ઓલ ઈન્ડિયા યુથ ફેડરેશનમાં જોડાયા હતા. આ સિવાય સીપીઆઈએ તિરુવનંતપુરમથી પૂર્વ સાંસદ પન્નિયન રવીન્દ્રનને ટિકિટ આપી છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર કરી રહ્યા છે.