શોધખોળ કરો
ભારત અને ચીનને સીમા વિવાદ પર કોઈ બહારની મદદની જરૂર નથીઃ રશિયાના વિદેશ મંત્રીનું નિવેદન
ભારત-ચીન-રશિયાના વિદેશ મંત્રીઓની બેઠક વીડિયો કોન્ફરન્સથી થઈ.

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં ચાલી રહેલા વિવાદ પર રશિયાનું નિવેદન સામે આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે, ભારત અને ચીનને મામલો ઉકેલવા ત્રીજા દેશની મદદની જરૂર બહોય તેમ રશિયાને નથી લાગતું.
સર્ગેઈ લાવરોવે કહ્યું, મને નથી લાગતું કે ભારત અને ચીનને બહારથી કોઈ મદદ જોઈએ. તેમને મદદ કરવાની જરૂર હોય તેમ મને નથી લાગતું. ખાસ કરીને જ્યારે તે બે દેશનો મુદ્દો હોય. તેઓ પોતાના બળ પર જ મુદ્દાને ઉકેલી શકે છે. અમે આશા રાખીએ છીએ કે બંને દેશોમાં સ્થિતિ શાંતિપૂર્ણ બની રહેશે અને વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાશે.
ભારત-ચીન-રશિયાના વિદેશ મંત્રીઓની બેઠક વીડિયો કોન્ફરન્સથી થઈ હતી. જેમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે વિશ્વના નેતૃત્વનો અવાજ બધાના હિતમાં હોવો જોઈએ. આ વિશેષ બેઠક આંતરરાષ્ટ્રીય સંબંધોના ટાઈમ ટેસ્ટેડ પ્રિંસિપલમાં આપણા વિશ્વાસને વ્યક્ત કરે છે.
ભારત, રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે છેલ્લે ફેબ્રુઆરી 2017માં ચીનના વુહાન શહેરમાં બેઠક યોજાઈ હતી. ત્યારે ભારતના તે સમયના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભાગ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
વડોદરા
દેશ
ગુજરાત
Advertisement
