India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ
India Covid-19 Update: દેશમાં એક્ટિવ કેસ 1,43,449 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,709 થયો છે. અત્યાર સુધીમાં 4,30,81,141 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 20,528 નવા કેસ 49 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 17,790 સંક્રમિતો સાજા થયા છે. એક્ટિવ કેસ 1.43 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.80 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસ 1,43,449 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,709 થયો છે. અત્યાર સુધીમાં 4,30,81,141 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 199,98,89,097 થયો છે, જેમાંથી ગઈકાલે 25,59,840 ડોઝ આપવામાં આવ્યા હતા.
COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449
— ANI (@ANI) July 17, 2022
199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd
જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
- 16 જુલાઈએ 20,044 નવા કેસ નોંધાયા અને 56 સંક્રમિતોના મોત થયા હતા.
- 15 જુલાઈએ 20,038 નવા કોવિડ કેસ અને 47 સંક્રમિતોના મોત થયા.
- 14 જુલાઈએ 20,139 નવા કોવિડ કેસ અને 38 સંક્રમિતોના મોત થયા.
- 13 જુલાઈએ 16,906 નવા કેસ અને 45 સંક્રમિતોના મોત થયા હતા
- 12 જુલાઈએ 13,615 નવા કેસ અને 20 સંક્રમિતોના મોત થયા હતા.
- 11 જુલાઈએ 16,678 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા.
- 10 જુલાઈએ 18.257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.
- 9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.
- 8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.
- 7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
- 6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
- 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
- 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.
આ પણ વાંચોઃ
IndiGo Airlines: પાકિસ્તાનમાં 15 દિવસમાં બીજી વખત ભારતીય એરલાઇન્સ કર્યું ઈમરજન્સી ઉતરાણ, જાણો વિગત
Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત