India Corona Cases Today: ભારતમાં કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો
India Covid-19 Update: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ખતમ થઈ રહી છે. દૈનિક કેસમાં નોધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.
India Corona Cases: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ખતમ થઈ રહી છે. દૈનિક કેસમાં નોધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે.ગઈકાલની તુલનામાં આજે કોરોના કેસમાં વધારો થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,102 નવા કેસ નોંધાયા છે અને 278 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 31,377 લોકો સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,64,522 થઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.28 ટકા છે. ગઈકાલે દેશમાં 13,405 નવા કેસ ને 235 લોકોના મોત થયા હતા.
- કુલ એક્ટિવ કેસઃ 1,64,522
- ડિસ્ચાર્જઃ 4,21,89,887
- કુલ મૃત્યુઆંકઃ 5,12,622
- કુલ રસીકરણઃ 176,19,39,020 (જેમાંથી ગઈકાલે 33,84,744 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા)
ગઈકાલે કેટલા ટેસ્ટ કરાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,83,438 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
India reports 15,102 fresh #COVID19 cases, 31,377 recoveries, and 278 deaths in the last 24 hours.
— ANI (@ANI) February 23, 2022
Active case: 1,64,522 (0.38%)
Daily positivity rate: 1.28%
Total recoveries: 4,21,89,887
Death toll: 5,12,622
Total vaccination: 1,76,19,39,020 pic.twitter.com/hEWKwEjOu9
કેરળમાં દૈનિક કેસમાં થયો વધારો
કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5691 કેસ નોંધાયા છે અને 10 લોકોના મૃત્યુ થયા છે તથા 10,851 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 64,403 પર પહોંચ્યો છે, જ્યારે એક્ટિવ કેસ 53,597 છે. સોમવારે કેરળમાં 4069 કેસ અને 11 લોકોના મોત થયા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 367 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3925 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 36 લોકો વેન્ટીલેટર પર છે. 3889 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1206445 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10906 લોકોના મોત થયા છે. રાજ્યમાં સંક્રમણથી વધુ 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,20,6445 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.79 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,24,75,788 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.