India Corona Cases: દેશમાં કોરોનાનો ફાટ્યો રાફડો, 24 કલાકમાં નોંધાયા 4400થી વધુ કેસ
Covid-19: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 4435 નવા કેસ નોંધાયા છે.
![India Corona Cases: દેશમાં કોરોનાનો ફાટ્યો રાફડો, 24 કલાકમાં નોંધાયા 4400થી વધુ કેસ India Corona Cases: India reports 4,435 new cases in 24 hours; Active caseload at 23,091 India Corona Cases: દેશમાં કોરોનાનો ફાટ્યો રાફડો, 24 કલાકમાં નોંધાયા 4400થી વધુ કેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/03/ce09cea57d0c9c56bc74db22209251a41680508014752359_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 4435 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 4,41,79,712 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે 5,30,916 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 317 કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસનો આંકડો 2220 પર પહોંચ્યો છે જ્યારે 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. કોરોનાના કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં 94 કેસ નોંધાયા છે. મહેસાણામાં 27 કેસ, મોરબીમાં 29 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા અને ભરુચમાં 14-14 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના 125 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 35 કેસ, વડોદરામાં 34 કેસ મોરબીમાં 29 કેસ, સુરત કોર્પોરેશનમાં 32 કેસ, વડોદરામાં 24, વડોદરા કોર્પોરેશનમાં 24, મહેસાણામાં 21 કેસ નોંધાયા છે. રાજ્યભરમાં કુલ 317 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે અને ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા પહોચ્યો છે.
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો ડરાવવા લાગ્યા છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, અને હવે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. દરરોજ રેકોર્ડો મોતો સામે આવી રહી છે. રાજધાની દિલ્હીમાં ગઇકાલે (4 એપ્રિલ) એક વ્યક્તિનું કોરોનાથી મોત થઇ ગયુ , વળી, મહારાષ્ટ્રમાં 711 કેસો સામે આવ્યા છે. સાથે જ 4 લોકોએ કોરોનાના કારણે દમ તોડી નાંખ્યો છે. ઉત્તરાખંડમાં કોરોનાએ ટેન્શન વધારી દીધુ છે. 20 દિવસોમાં અહી કુલ ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે.
પંજાબમાં પણ ફરી એકવાર કોરોનાની અસર જોવા મળી રહી છે, આરોગ્ય મંત્રાલયે રાજ્યોમાં છેલ્લા 24 કલાકના કોરોના આંકડા જાહેર કર્યા, અને જણાવ્યું કે હોશિયારપુર અને જલંધરમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે. વળી, 38 નવા કેસ પણ નોંધાયા છે. મંગળવારે (4 એપ્રિલ) જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં મૃત્યુ પામેલા 9 કોરોના દર્દીઓમાંથી દિલ્હી અને પંજાબમાં બે-બે મૃત્યુ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક મૃત્યુના કેસો નોંધાયા છે.
આ પહેલા ભારતમાં સોમવારે (3 એપ્રિલે) 3641 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા હતા અને કુલ 11 મૃત્યુ થયા હતા. આમાં મહારાષ્ટ્રમાંથી ત્રણ અને દિલ્હી, કેરળ, કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક દર્દીના મોત થયા છે. આમાં કેરળ દ્વારા જાહેર કરવામા આવેલા કોરોનાના આંકડામાં ચાર લોકોના મોત સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં કૉવિડના કેસ સતત વધી રહ્યા છે. જોકે, હૉસ્પિટલમાં ભરતી થનારા લોકોની સંખ્યામાં હજુ સુધી વધારો નથી થયો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)