India Corona Cases Today: દેશમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા 50 હજારથી ઓછા કેસ
India Covid-19 Update: હાલ એક્ટિવ કેસ 5,37,045 છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 3.17 ટકા છે.
India Corona Update: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની અસર ઓછી થઈ છે અને દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24ક કલાકમાં 44,877 નવા કોરોના કેસ નોંધાયા છે અને 684 લોકોના મોત થયા છે. 1,17,591 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ એક્ટિવ કેસ 5,37,045 છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 3.17 ટકા છે.
એક્ટિવ કેસઃ 5,37,045
કુલ ડિસ્ચાર્જ: 4,15,85,711
કુલ મોતઃ 5,08,665
કુલ રસીકરણઃ 1,72,81,49,447 (જેમાંથી ગઈકાલે 49,18,601 ડોઝ આપવામાં આવ્યા)
ગઈકાલે કેટલા ટેસ્ટ થયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગઈકાલે દેશમાં 14,15,279 ટેસ્ટ કરવામાં આવ્યા.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના 1646 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે વધુ 20 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ 15972 એક્ટિવ કેસ છે અને 103 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
શનિવાર છેલ્લા 24કલાક દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત એમ માત્ર ૩ જિલ્લા એવા છે જ્યાં કોરોનાના 100થી વધુ નવા કેસ નોંધ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 546 અને ગ્રામ્યમાં 14 સાથે 560, વડોદરા શહેરમાં 281-ગ્રામ્યમાં 90 સાથે 371, સુરત ગ્રામ્યમાં 70-શહેરમાં 46 સાથે 116 કેસનો સમાવેશ થાય છે.રાજ્યમાંથી અન્યત્ર રાજકોટ શહેરમાં 57-ગ્રામ્યમાં 39 સાથે 96, ગાંધીનગર શહેરમાં 48-ગ્રામ્યમાં 32 સાથે 80, મહેસાણામાં 69, બનાસકાંઠામાં 64, ખેડામાં 38, સાબરકાંઠામાં 32, આણંદમાં 25, ભાવનગર શહેરમાં 12-ગ્રામ્યમાં 5 સાથે 17, મોરબીમાં 16, અમરેલીમાં 15, ભરૃચમાં 14, અરવલ્લી-નવસારી-પાટણમાં 13, કચ્છમાં 12, પંચમહાલમાં 10, દાહોદ-તાપી-વલસાડમાં 9, જુનાગઢ ગ્રામ્યમાં 6-શહેરમાં 3 સાથે 9, સુરેન્દ્રનગરમાં 8, જામનગર ગ્રામ્યમાં ૫-શહેરમાં 3 સાથે 8, નર્મદામાં 4, ડાંગ-દેવભૂમિ દ્વારકામાં 3, મહીસાગરમાં 2, ગીર સોમનાથ-પોરબંદરમાં 1 નવા કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 5, વડોદરામાં 4, સુરતમાં 3, ભરૂચ-ભાવનગરમાં 2, મહેસાણા-સાબરકાંઠા-પંચમહાલ-દાહોદમાં 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 10,795 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3955 દર્દી કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોના રીક્વરી રેટ હવે 97.80% છે.