India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કેટલા લોકો થયા સંક્રમિત, કેટલા લોકોના થયા મોત, જાણો વિગત
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 18માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હડુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6984 નવા કેસ નોંધાયા છે અને 247 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8168 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 87,562 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4073 કેસ નોંધાયા છે અને 174 સંક્રમિતોના મોત થયા છે.
છેલ્લા 3 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા
14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 134, 61, 14,483 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 68,89,025 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,84,883 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 10 હજાર 628
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 46 હજાર 931
- એક્ટિવ કેસઃ 87 હજાર 562
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 76 હજાર 135