(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases: દેશમાં 558 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 10માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6822 નવા કેસ નોંધાયા છે અને 220 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.10,004 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 554 દિવસના નીચલા સ્તર 95014 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5833 કેસ નોંધાયા છે અને 168 સંક્રમિતોના મોત થયા છે.
સોમવારે કેટલા કેસ નોંધાયા
સોમવારે 8306 નવા કેસ નોંધાયા હતા અને 221 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 8834 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 128,76,10,590 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 79,39,038 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 10,79,834 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 57 હજાર 514
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 79 હજાર 615
- એક્ટિવ કેસઃ 95 હજાર 14
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 73 હજાર 757
ગત સપ્તાહે કેટલા કેસ નોંધાયા
ગત સપ્તાહે રવિવારે 8895 કેસ અને 2796 સંક્રમિતોના મોત નોંધાયા હતા. શનિવારે 8603 કેસની સામે 415 દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે 9216 નવા કેસ નોંધાયા હતા અને 391 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે 9465 કેસ અને 477 સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે 8954 કેસ નોંધાયા હતા અને 267 સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર 6990 કેસ નોંધાયા હતા અને 190 લોકોના મોત થયા હતા. સોમવારે 8309 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.