India Corona Cases Today: ભારતમાં કોરોનાની પીછેહઠ, 10 હજારથી પણ ઓછા નોંધાયા કેસ
India Covid-19 Update: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 8013 નવા કેસ અને 119 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 16,765 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
India Corona Cases: ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આજે 10 હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 8013 નવા કેસ અને 119 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 16,765 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.11 ટકા છે.
- કુલ એક્ટિવ કેસઃ 1,02,601
- કુલ રિકવરીઃ 4,23,07,686
- કુલ મૃત્યુઆંકઃ 5,13,843
- કુલ રસીકરણઃ 177,50,86,335
India's daily cases drop below 10,000. The country reports 8,013 fresh #COVID19 cases, 16,765 recoveries, & 119 deaths in last 24 hrs.
— ANI (@ANI) February 28, 2022
Active case: 1,02,601 (0.24%)
Daily positivity rate: 1.11%
Total recoveries: 4,23,07,686
Death toll: 5,13,843
Total vaccination: 1,77,50,86,335 pic.twitter.com/Gl5wTCt1r6
ભારતમાં કોરોનાની ચોથી લહેર ક્યારે ત્રાટકશે
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડવાની સાથે જ ચોથી લહેરની ભવિષ્યવાણી કરવામાં આવી છે. એક્સપર્ટના કહેવા મુજબ, દેશમાં કોરોનાની ચોથી લહેર 22 જૂન આસપાસ શરૂ થઈ શકે છે. ચોથી લહેરની અસર 24 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ચોથી લહેરની ગંભીરતા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ પર નિર્ભર રહેશે.
ક્યારે હશે પીક
કોરોનાની ચોથી લહેરમાં બૂસ્ટર ડોઝ ઉપરાંત વેક્સિનેશનની સ્થિતિ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સના કહેવા મુજબ, કોવિડ-19ની ચોથી લહેર ઓછામાં ઓછા ચાર મહિના સુધી ચાલશે. આ ભવિષ્ય્યવાણી 24 ફેબ્રુઆરી પ્રીપિંટ સર્વર MedRxiv માં પબ્લિશ થઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે ચોથી લહેરની પીક 15 ઓગસ્ટથી 31 સુધીમાં હશે. જે બાદ કેસમાં ઘટાડો થવાનું શરૂ થશે.
ત્રીજી વખત કરી કોરોના લહેરની ભવિષ્યવાણી
ત્રીજી વખત આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સે દેશમાં કોવિડ-19 લહેરની ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણી ખાસ કરીને ત્રીજી લહેર અંગે સચોટ રહી છે. આ રિસર્ચ આઈઆઈટી કાનપુરના મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેંટના એસપી રાજેશભાઈ, સુભરા શંકર ઘર અને શલભે કરી હતી. પોતાની ભવિષ્યવાણી માટે ટીમે ગાણિતિક મોડલનો ઉપયોગ કરતા કહ્યું કે, કોરોનાની ચોથી લહેર કોરોના મહામારીની શરૂઆતના આશરે 936 દિવલ બાદ આવી શકે છે.
બૂટસ્ટેપ મેથડનો કરાયો પ્રયોગ
ચોથી લહેરનો અંદાજ બૂટસ્ટેપ નામની મેથડનો ઉપયોગ કરીને લગાવાયો છે. આ મેથડનો ઉપયોગ અન્ય દેશોમાં પણ ચોથી અને અન્ય લહેરની ભવિષ્યવાણીને લઈ કરવામાં આવી શકે છે.