India Corona Cases: ભારતમાં આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 68 ટકા કેરળમાં, જાણો આજનો આંકડો
India Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 42,618 નવા કોરોના કેસ આવ્યા અને 330 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે.
India Coronavirus Update: ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,618 નવા કોરોના કેસ આવ્યા અને 330 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 36,385 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 6233 એક્ટિવ કેસ વધ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 29,322 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 131 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 68 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 29 લાખ 45 હજાર 907
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 21 લાખ એક
- કુલ એક્ટિવ કેસઃ 4 લાખ 5 હજાર 681
- કુલ મોતઃ 4 લાખ 40 હજાર 225
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 67,72,11,205 લોકોને કોરોના રસીના ડોઝઆપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 58,85,687 લોકોને રસી અપાઈ હતી.
Of 42,618 new COVID infections & 330 deaths reported in India in the last 24 hours, Kerala recorded 29,322 cases and 131 deaths yesterday.
— ANI (@ANI) September 4, 2021
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ મૃત્યુ થયું છે. રાજ્યમાં ૮ દિવસ બાદ કોરોનાના કેસમાં થયેલો આ સાધારણ વધારો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-વડોદરા-સુરતમાંથી સૌથી વધુ ૪, ભાવનગરમાંથી ૩ જ્યારે મહીસાગરમાંથી ૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૪૬૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકમાત્ર મૃત્યુ ભાવનગરમાં નોંધાયું હતું. કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૫,૨૩૦ દર્દી કોરોન પાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% છે. રાજ્યમાં ૮ એપ્રિલ ૨૦૨૦ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૫૦થી નીચે ગયો છે. હાલમાં ૧૪૯ એક્ટિવ કેસ છે જ્યારે પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યના ૧૮ જિલ્લામાં હાલમાં કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી. જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૃચ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, ખેડા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, વલસાડનો સમાવેશ થાય છે.