શોધખોળ કરો

ભારત માટે રાહતના સમાચાર, સતત 12માં દિવસે કોરોનાના કેસ 25 હજાર.......

આઈસીએમઆર અનુસાર, 31 ડિસેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 17 કરોડ 30 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 10 લાખ સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. જોકે રાહતના સમાચાર એ છે કે કોરોનાના નવા કેસ પહેલા કરતાં ઓછા આવી રહ્યા છે. ગઈકાલે સતત 12માં દિવસે 25 હજારથી ઓછા અને 21 દિવસથી 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં 20035 નવા કોરનોાના કેસ નોંધાયા છે. જ્યારે 256 લોકોના મોત થયા છે. સારા સમાચાર એ છે કે વિતેલા દિવસે 23181 લોકો કોરોનાથી ઠીક થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, ભારતમાં કોરોના કુલ કેસ વધીને 1 કરોડ બે લાખ 86 હજાર થઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 48 હજાર 994 લોકોએ પોતના જીવ ગુમાવ્યા છે. કુલ એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 54 હજાર પર આવી ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 98 લાખ 83 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 17 કરોડથી વધારે કોરોના ટેસ્ટ આઈસીએમઆર અનુસાર, 31 ડિસેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 17 કરોડ 30 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 10 લાખ સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા. દેશમાં પોઝિટિવિટી રેટ સાત ટકા છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના 20,000થી ઓછા એક્ટિવ કેસ છે. કોરનોા વાયરસના કુલ એક્ટિવ કેસમાંથી 40 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે. મૃત્યુ દર અને રિકવરી રેટ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ કેરળમાં સૌથી વધારે રિકવરી થઈ છે. કુલ રિકવરીના 52 ટકા કેસ આ પાંચ રાજ્યોમાં છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 90 ટકાથી વધારે છે. રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમા કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકા છે. એક્ટિવ કેસ 3 ટકાથી ઓછા છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારતનું 10મું સ્થાન છે. કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત વિશ્વનો બીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. રિકવરી વિશ્વમાં અમેરિકા બાદ સૌથી વધારે ભારતમાં છે. મોતના મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર છે.

ટોપ સ્ટોરી

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget