(Source: ECI/ABP News/ABP Majha)
Corona Cases India: 24 કલાકમાં 45 હજારથી ઓછા નવા કેસ, 911 સંક્રમિતોના મોત
8 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 89 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 12મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ વધતાં ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,393 કેસ નોંધાયા છે અને 911 લોકોના મોત થયા છે. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા એટલે કે કુલ એક્ટવિ કેસ 784 વધ્યા છે.
8 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 89 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે દેશમાં 40.23 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. અત્યાર સુધીમાં 42 કરોડ 7 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18 લાખથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.
કઈ તારીખે કેટલા કેસ નોંધાયા |
||
તારીખ |
કેસ |
મોત |
1 જુલાઈ |
48,786 |
1005 |
2 જુલાઈ |
46,617 |
853 |
3 જુલાઈ |
44,111 |
738 |
4 જુલાઈ |
43,071 |
955 |
5 જુલાઈ |
39,796 |
723 |
6 જુલાઈ |
34,703 |
553 |
7 જુલાઈ |
43,773 |
930 |
8 જુલાઈ |
43393 |
911 |
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 7 લાખ 52 હજાર 950
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 98 લાખ 88 હજાર 284
કુલ એક્ટિવ કેસ - 4 લાખ 58 હજાર 727
કુલ મોત - 4 લાખ 5 હજાર 28
કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 2 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ચોથા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 62 કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી. સતત બીજા દિવસે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી એક પણ મોત નથી થયું. રાજ્યમાં ગઈકાલે 534 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1497 છે. જે પૈકી 09 દર્દી વેન્ટીલેટર પર છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો 1497 કુલ કેસ છે. જે પૈકી 09 લોકો વેન્ટીલેટર પર છે. 1488 લોકો સ્ટેબલ છે. 8,12,522 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10072 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે ગઈકાલે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. અત્રે નોંધનીય છે કે, સતત બીજા દિવસે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.