(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases Today: દેશમાં 44 દિવસ બાદ સૌથી ઓછા કેસ આવ્યા, 24 કલાકમાં 1.86 લાખ લોકો સંક્રમિત થયા
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,86,364 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3660 લોકોના મોત થયા છે.
LIVE
Background
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ બે લાખથી ઓછા આવ્યા છે. જ્યારે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
27 મે સુધીમાં દેશભરમાં 20 કરોડ 57 લાખ 20 હજાર 660 કોરોન રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 29 લાખ 19 હજાર 699 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં 33 કરોડ 90 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20.70 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીરીટ રેટ 8 ટકાથી વધારે છે.
કેન્દ્ર સરકારે કહ્યં કે, કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે અને સાથે જ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવોસમાં પ્રતિબંધોમાં વધારે છૂટછાટ આપવા છતાં કેસ ઓછા આવતા રહેશે. પરંતુ સાથે જ કહ્યું છે કે, હજુ પણ એક્ટિવ કેસની સંખ્યા ઘણી વધારે છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.15 ટકા છે જ્યારે રિકવરી રેટ 90 ટકા આસપાસ છે. એક્ટિવ કેસ ઘટીને 9 ટકાથી ઓછા થઈ ગઆ છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
છેલ્લા 28 દિવસમાં કેસ
તારીખ | કેસ | મોત |
27 મે | 1,86,364 | 3660 |
26 મે | 2,08,921 | 4157 |
25 મે | 1,96,427 | 3511 |
24 મે | 2,22,315 | 4454 |
23 મે | 2,40,842 | 3741 |
22 મે | 2,57,299 | 4194 |
21 મે | 2,59,551 | 4209 |
20 મે | 2,76,077 | 3874 |
19 મે | 2,67,334 | 4529 |
18 મે | 2,63,553 | 4329 |
17 મે | 2,81,386 | 4106 |
16 મે | 3,11,170 | 4077 |
15 મે | 3,26,098 | 3890 |
14 મે | 3,43,144 | 4000 |
13 મે | 3,62,727 | 4120 |
12 મે | 3,48,421 | 4205 |
11 મે | 3,29,942 | 3876 |
10 મે | 3,66,161 | 3754 |
9 મે | 4,03,738 | 4092 |
8 મે | 4,07,078 | 4187 |
7 મે | 4,14,188 | 3915 |
6 મે | 4,12,262 | 3980 |
5 મે | 3,82,315 | 3780 |
4 મે | 3,57,299 | 3449 |
3 મે | 3,68,147 | 3417 |
2 મે | 3,92,498 | 3689 |
1 મે | 4,01,993 | 3523 |
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,86,364 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3660 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,59,459 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 75 લાખ 55 હજાર 457
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 48 લાખ 93 હજાર 410
- કુલ એક્ટિવ કેસ - 23 લાખ 43 હજાર 152
- કુલ મોત - 3 લાખ 18 હજાર 895