શોધખોળ કરો
Advertisement
ભારતે 2019માં 15 લાખ બાંગ્લાદેશીઓને વિઝા આપીને બનાવ્યો નવો રેકોર્ડ
છેલ્લા ત્રણ વર્ષમાં બાંગ્લાદેશમાંથી ભારતીય વિઝા મેળવનારાઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ અને બાંગ્લાદેશમાંથી થઈ રહેલી ઘૂસણખોરીને લઈને ચાલી રહેલા હંગામાં વચ્ચે ભારતે આ પાડોસી દેશમાં વિઝા આપવા મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ઢાકા સ્થિત ભારતીય દુતાવાસે વર્ષ 2019માં 15 લાખ વિઝા આપ્યા હતા જે દુનિયામાં કોઈ પણ દેશમાં આપવામાં આવેલા ભારતીય વિઝાનો સર્વાધિક આંકડો છે.
ભારતીય હાઈકમિશને ઢાકામાં બાંગ્લાદેશ મુક્તિવાહિનીના એક પૂર્વ યોદ્ધાને 31 ડિસેમ્બરે 15 લાખ વિઝા સોંપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે બાંગ્લાદેશમાં મુક્તિવાહિનીના પૂર્વ યોદ્ધાઓને ભારત 5 વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝા આપે છે. તે સિવયા શિક્ષણ, પ્રયર્ટન વગેરે માટે મોટી સંખ્યામાં વિઝા આપે છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે, છેલ્લા ત્રણ વર્ષમાં બાંગ્લાદેશમાંથી ભારતીય વિઝા મેળવનારાઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2017માં જ્યારે 13.8 લાખ વિઝા બાંગ્લાદેશના નાગરિકોને આપવામાં આવ્યા હતા. જ્યારે 2018માં આ આંકડો વધીને 14.6 લાખ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં આપવામાં આવતા ભારતીય વિઝાના લગભગ 20 ટકા બાંગ્લાદેશમાં આપવામાં આવે છે. બાંગ્લાદેશે ભારતની સરહદ પર મોબાઈલ સેવા કરી બંધ, એક કરોડ લોકો થશે પ્રભાવિત15 Lakh Visas & Counting! IVAC, #Dhaka marked issuance of Visa no, 15,00,000! HC @rivagdas handed landmark visa (Visa no: 15 lakh) to 3 MuktiJoddhas. MuktiJoddhas are eligible for 5 Year Multiple Entry Visas. IVAC houses state of art facilities for #Bangladeshi pic.twitter.com/gX0STzjwgN
— India in Bangladesh (@ihcdhaka) December 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion