Omicron Variant ને લઇને મોદી સરકારની નવી ગાઇડલાઇન, વેક્સિન લીધી હશે છતાં RT PCR ટેસ્ટ ફરજિયાત
કોરોનાના નવા વેરિઅન્ટને લઇને દુનિયાભરમાં ડરનો માહોલ છે. ઓમિક્રોનના કેસ અનેક દેશમાંથી મળ્યા બાદ ભારત સરકારે એક્શન લેતા સોમવારે સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી છે.
Omicron Variant Guidelines: કોરોનાના નવા વેરિઅન્ટને લઇને દુનિયાભરમાં ડરનો માહોલ છે. ઓમિક્રોનના કેસ અનેક દેશમાંથી મળ્યા બાદ ભારત સરકારે એક્શન લેતા સોમવારે સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી છે. તે અનુસાર વેક્સિનેશન છતાં જોખમી દેશોથી આવનારા ઇન્ટરનેશનલ પેસેન્જર્સને એરપોર્ટ પર પહોંચ્યા બાદ કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.
‘જોખમ ધરાવતા દેશો’થી ભારત આવવા માટે અહીં પહોંચ્યાના 72 કલાક અગાઉ કોરોના ટેસ્ટ સિવાય એરપોર્ટ પર પહોંચ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ ટેસ્ટમાં પોઝિટીવ મળ્યા બાદ મુસાફરને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે અને પ્રોટોકોલ અનુસાર સારવાર કરવામાં આવશે. તે સિવાય તેના સેમ્પલ પણ જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે. નકારાત્મક મળ્યા બાદ મુસાફર એરપોર્ટ પરથી બહાર જઇ શકશે પરંતુ સાત દિવસો સુધી ઘરથી અલગ રહેવુ પડશે. ત્યારબાદ ભારત પહોંચ્યાના આઠ દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાશે અને ત્યારબાદ સાત દિવસો સુધી જાતે જ ધ્યાન રાખવું પડશે.
India issues revised guidelines for international travellers in view of #Omicron variant COVID19
— ANI (@ANI) November 29, 2021
Guidelines require all travellers (irrespective of vaccination status) coming to India from 'at-risk' countries to mandatorily undergo COVID-19 testing at airport on arrival pic.twitter.com/f2YHPRcTpS
નોંધનીય છે કે ઓમિક્રોનના ખતરાને જોતા કેન્દ્ર સરકારે રવિવારે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. ડેન્જરસ કેટેગરીમાં આવતા દેશોમાંથી આવનારા પ્રવાસીઓ ભારત પહોંચે તો આરટી પીસીઆર ફરજિયાત કર્યો હતો. સાથે ત્યા સુધી એરપોર્ટમાંથી બહાર જવાની મંજૂરી મળશે નહીં.
મંત્રાલયે કહ્યું કે અન્ય દેશોમાંથી આવનારા મુસાફરોમાંથી પાંચ ટકાની તપાસ કરવામાં આવશે અને સંબંધિત વિમાન કંપનીઓએ પ્રત્યેક ફ્લાઇટમાંથી એ પાંચ ટકાની ઓળખ કરવી પડશે જેઓનો ટેસ્ટ કરવો જરૂરી છે. જોકે, આ સેમ્પલની તપાસનો ખર્ચ મંત્રાલય આપશે. મંત્રાલયે કહ્યું કે વર્તમાન સ્થિતિને જોતા આ ગાઇડલાઇનમાં સંશોધન કર્યું છે.