શોધખોળ કરો
Advertisement
1લી જૂનથી કેરળમાં ચોમાસાના પ્રારંભની હવામાન વિભાગની આગાહી
ભીષણ ગરમીથી ટૂંક સમયમાં રાહત મળવાની છે. હવામાન વિભાગે આજે જણાવ્યું કે 1લી જૂનથી કેરળમાં ચોમાસાનો પ્રારંભ થશે.
નવી દિલ્હી: ભીષણ ગરમીથી ટૂંક સમયમાં રાહત મળવાની છે. હવામાન વિભાગે આજે જણાવ્યું કે 1લી જૂનથી કેરળમાં ચોમાસાનો પ્રારંભ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં આ વર્ષે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું, દક્ષિણ પૂર્વ અને નજીક પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં 31 મેથી ચાર જૂન દરમિયાન દબાણનું ક્ષેત્ર બની શકે છે. આ સ્થિતિ કેરળમાં એક જૂનથી ચોમાસા માટે અનુકુળ છે.
હવામાન વિભાગે 15મેના જાહેર પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે ચોમાસુ 5 જૂનથી દક્ષિણના રાજ્યોમાં આવી શકે છે. આ ચોમાસાની સામાન્ય તારીખથી ચાર દિવસ બાદની તારીખ છે.
કેરળમાં સામાન્ય રીતે એક જૂનથી ચોમાસાનો પ્રારંભ થાય છે. પરંતુ બંગાળની ખાડી પર ચક્રવાતી સ્થિતિ બનવાના કારણે ચોમાસાની પ્રગતિમાં મદદ મળવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement