શોધખોળ કરો

Mehul Choksi: ભારતનો મોસ્ટ વોન્ટેડ મેહુલ ચોક્સી બેલ્જિયમમાં, સારવાર માટે એન્ટિગુઆ છોડ્યું

Mehul Choksi: પંજાબ નેશનલ બેંક લોન કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી હાલ બેલ્જિયમમાં રહે છે. બેલ્જિયમ સરકાર પણ આ વાત જાણે છે.

Mehul Choksi: પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી હાલમાં બેલ્જિયમમાં છે. યુરોપના આ દેશે આ વાતની પુષ્ટિ કરી છે. બેલ્જિયમના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ તેમના દેશમાં મેહુલ ચોકસીની હાજરીથી વાકેફ છે અને આ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે.

જો કે, બેલ્જિયમ પક્ષે એમ પણ કહ્યું છે કે તેઓ કોઈપણ અંગત બાબતો પર ટિપ્પણી કરતા નથી. NDTV સાથેની વાતચીતમાં બેલ્જિયમ તરફથી આ જવાબો મળ્યા છે. અન્ય ન્યૂઝ વેબસાઈટ 'એસોસિએટ ટાઈમ્સ'એ પણ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતીય અધિકારીઓએ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માટે તેમના બેલ્જિયમ સમકક્ષ અધિકારીઓનો સંપર્ક કર્યો છે.

65 વર્ષીય ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસમાં આરોપી છે. બંને લાંબા સમયથી દેશની બહાર છે. ચોક્સી તેની પત્ની પ્રીતિ સાથે એન્ટવર્પમાં રહે છે. પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. ઘણા અહેવાલોમાં એ વાત સામે આવી છે કે ચોક્સી પાસે બેલ્જિયમમાં 'એફ રેસિડેન્સી કાર્ડ' છે. તે સારવાર માટે એન્ટિગુઆ અને બાર્બુડાથી બેલ્જિયમ આવ્યો છે.

એન્ટિગુઆના વિદેશ મંત્રીએ એક અપડેટ આપી

અત્યાર સુધી મેહુલ પાસે માત્ર એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા છે. આ કેરેબિયન દેશના વિદેશ મંત્રી તાજેતરમાં રાયસીના ડાયલોગમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. ત્યારે તેણે કહ્યું કે મેહુલ હાલમાં એન્ટિગુઆમાં નથી. તેઓ પોતાની સારવાર કરાવવા દેશની બહાર ગયા છે.

મેહુલ 2018માં ભારતથી ભાગી ગયો હતો

મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેંકમાં લોન છેતરપિંડીનો મામલો સામે આવે તે પહેલા જ બંનેએ દેશ છોડી દીધો હતો. આ ભારતનું બીજું સૌથી મોટું બેંક કૌભાંડ હતું. આ છેતરપિંડીનો મામલો સામે આવ્યાના બે મહિના પહેલા મેહુલે એન્ટિગુઆની નાગરિકતા લીધી હતી. વર્ષ 2021માં જ્યારે તે ક્યુબા જઈ રહ્યો હતો ત્યારે ડોમિનિકામાં પકડાયો હતો. આ પછી મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રના કારણે તેની વિરુદ્ધ આ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે EDએ ભારતમાં તેની મિલકતો ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Embed widget