શોધખોળ કરો

BRICSમાં ભારતની કૂટનૈતિક જીત, નવી દિલ્લી ઘોષણાપત્ર જાહેર, ઈરાન અને યુએઈના મતભેદો વચ્ચે મેળવી સહમતિ

ઈરાન અને યુએઈ વચ્ચે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર મતભેદો હોવા છતાં, બ્રિક્સ દેશોએ સર્વસંમતિથી નવી દિલ્હી ઘોષણાને મંજૂરી આપી. ઘોષણામાં ઈરાન પર યુએસ હુમલાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી છે. બ્રિક્સ દેશોએ શનિવારે નવી દિલ્હી ઘોષણાને સર્વસંમતિથી મંજૂરી આપી છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને લઈને સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઈરાન વચ્ચે મતભેદો હોવા છતાં ઘોષણા પર સહમતિ બની હતી. જોકે, તેમાં ઈરાન પર અમેરિકાના હુમલા અથવા અનેક ખાડી દેશો પર ઈરાની સેનાના હુમલાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

નવી દિલ્હી ઘોષણામાં રશિયા-યુક્રેન યુદ્ધની પણ ટીકા કરવામાં આવી નથી. બીજી તરફ, ગાઝામાં ચાલી રહેલી હિંસાને લઈને ઈઝરાયેલ પર આકરી ટિપ્પણી કરવામાં આવી છે અને પેલેસ્ટિનિયન લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

બ્રિક્સે અમેરિકાનું નામ લીધા વિના વેપારને મર્યાદિત કરતા પગલાં, મનસ્વી ટેરિફ, બિન-ટેરિફ પગલાં અને સંરક્ષણવાદ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જૂથે કહ્યું કે આવા પગલાં વૈશ્વિક વેપારને વધુ ઘટાડી શકે છે, વૈશ્વિક સપ્લાય ચેનને ખોરવી શકે છે અને હાલની આર્થિક અસમાનતામાં વધારો કરી શકે છે.

ઈરાન અને UAE વચ્ચે મતભેદ છતાં બની સહમતિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘોષણાના અંતિમ ડ્રાફ્ટ પર શનિવારે બપોરે સહમતિ બની હતી. ઘોષણાપત્ર જાહેર થવાના થોડા કલાકો પહેલાં આ સહમતિ બની હતી. ઘોષણાત્ર લગભગ સાંજે 4:30 વાગ્યે રજૂ કરવામાં આવ્યું હતું.

બ્રિક્સમાં કોઈપણ સંયુક્ત ઘોષણાપત્ર માટે તમામ સભ્ય દેશોની સહમતિ જરૂરી હોય છે. એટલે કે એક પણ દેશની અસહમતી  ઘોષણાને અટકાવી શકે છે. પશ્ચિમ એશિયાના સંકટ સાથે જોડાયેલા મુદ્દા પર ઈરાન અને UAEએ શરૂઆતમાં પોતાનું વલણ કડક રાખ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે બંને દેશોને પોતાના વિસ્તારો પર થયેલા હુમલાની સ્પષ્ટ નિંદાની માંગ છોડવા માટે તૈયાર કર્યા. આ સાથે રશિયા તરફથી સંઘર્ષોના સંદર્ભને નરમ કરવાની માંગને પણ સમાયોજિત કરવામાં આવી હતી. ભારતે પશ્ચિમ એશિયાના મુખ્ય દેશો સાથે સંબંધો સુધારવાના ઈરાનના વ્યાપક પ્રયાસનો પણ ઉપયોગ કરીને સહમતિ બનાવવાની દિશામાં કામ કર્યું.

વાતચીત અને કૂટનીતિથી ઉકેલ પર ભાર

બ્રિક્સના નેતાઓએ પશ્ચિમ એશિયાના સંઘર્ષને વાતચીત અને કૂટનીતિ દ્વારા સમાપ્ત કરવાની ભારતની સ્થિતિનું સમર્થન કર્યું. ઘોષણામાં વૈશ્વિક વેપાર, સપ્લાય ચેન અને ઊર્જાની સરળ અવરજવર જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત જણાવવામાં આવી છે.

ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવને લઈને ઊંડી ચિંતા છે. તમામ પક્ષોને મહત્તમ સંયમ રાખવા અને પરિસ્થિતિ વધુ વણસે તેવા પગલાંથી બચવાની અપીલ કરવામાં આવી છે.

બ્રિક્સે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતો અનુસાર નાગરિકો અને નાગરિક માળખાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો છે. તેમાં દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સન્માનની વાત કરવામાં આવી છે.

ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે વાતચીત અને કૂટનીતિ દ્વારા લાંબા ગાળાની સમજણ ઊભી કરવાના પ્રયાસો વધારવા જોઈએ, જેથી આ ક્ષેત્રમાં કાયમી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત થઈ શકે.

ગાઝામાં હિંસા મુદ્દે ઈઝરાયેલની ટીકા

બ્રિક્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલા યુદ્ધવિરામ કરાર છતાં ગાઝામાં ચાલી રહેલી હિંસા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જૂથે ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને બળજબરીથી વિસ્થાપિત કરતી કોઈપણ નીતિને રોકવાની માંગ કરી છે.

ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે, એવી વ્યવસ્થાઓ અંગે ચિંતા છે, જે પેલેસ્ટિનિયન લોકોના અવિભાજ્ય અધિકારોને નુકસાન પહોંચાડી શકે છે અથવા કબજાને કાયદેસર ઠેરવી શકે છે અથવા તેને લાંબા સમય સુધી ચાલુ રાખી શકે છે.

બ્રિક્સે કહ્યું કે, ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષનો ન્યાયી અને કાયમી ઉકેલ માત્ર શાંતિપૂર્ણ માર્ગો દ્વારા જ મેળવી શકાય છે. આ માટે પેલેસ્ટિનિયન લોકોના કાયદેસરના અધિકારો પૂર્ણ કરવા જરૂરી છે, જેમાં આત્મનિર્ણય અને પરત ફરવાના અધિકારનો પણ સમાવેશ થાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

DA Hike 2026: 3% વધારા સાથે 4 મહિનાનું કેટલું એરિયર્સ મળશે? લેવલ મુજબ ગણો પગાર
DA Hike 2026: 3% વધારા સાથે 4 મહિનાનું કેટલું એરિયર્સ મળશે? લેવલ મુજબ ગણો પગાર
FASTag New Rules: ₹1,500ના પાસમાં કેટલી ટ્રિપ મળશે? 1 નવેમ્બર પહેલા જાણી લો નવા નિયમો
FASTag New Rules: ₹1,500ના પાસમાં કેટલી ટ્રિપ મળશે? 1 નવેમ્બર પહેલા જાણી લો નવા નિયમો
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
DA Hike Calculator: 3% વધારાથી સરકારી કર્મચારીના ખાતામાં કેટલા જમા થશે? જુઓ લેવલ મુજબ ગણતરી
DA Hike Calculator: 3% વધારાથી સરકારી કર્મચારીના ખાતામાં કેટલા જમા થશે? જુઓ લેવલ મુજબ ગણતરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?

Embed widget