ટવિટર ઇન્ડિયાના MD મનીષ માહેશ્વરીની ટ્રાન્સફર, અમેરિકામાં કરાઇ નિમણુક
Manish Maheshwari Transfer: ટવિટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટ રમનીષ મહેશ્વરીને ટવિટરે ભારતથી હટાવીને ફરી અમેરિકા બોલાવી લીધા છે.
Manish Maheshwari Transfer: ટવિટર ઇન્ડિયાના હેડ મનીષ મહેશ્વરીને ભારતથી હટાવીને માઇક્રોગિંગ સાઇટે અમેરિકા પરત બોલાવી લીધા છે. તેમની બદલી એવા સમયે થઇ છે. જ્યારે કોંગ્રસ અને ટ્વિટર વચ્ચે તકરાર ચાલી રહી છે. આજે રાહુલ ગાંધીએ ટવિટર પર અનેક આરોપ લગાવ્યા છે. આ પહેલા ટવિટરના નવા નિયમોને લઇને પણ ટવિટર અને સરકાર વચ્ચે વિવાદ સર્જાયો હતો.
ટવિટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે 2 વર્ષ કામ કર્યાં બાદ ટવિટર ઇન્ડિયાના પ્રમુખ મનીષ માહેશ્વરીએ અમેરિકામાં ટવિટરના સંચાલન કાર્યો માટે ફરી અમેરિકા ટ્રાન્સફર કરાઇ છે.
મનીષ માહેશ્વરી એપ્રિલ 2019માં નેટવર્ક ઇન્ડિયા છોડીને ટ્વિટર ઇન્ડિયા સાથે જોડાયા હતા. હવે તે કંપની માટે અમેરિકામાં કામ કરશે. તેમનો ત્યાં હોદ્દો રેવન્યુ સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સમાં સીનિયર ડાયરેક્ટરનો હશે.
ટ્વિટરના જેપીએસી વાઇસ પ્રેસિડેન્ટ યુ સાને ટ્વિટર પર માહેશ્વરીનું નવી ભૂમિકામાં સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે બે વર્ષ કરતાં વધારે સમયથી ટ્વિટર ઇન્ડિયાની લીડરશિપ સંભાળવા બદલ ધન્યવાદ. તેની સાથે તેમણે તેમને અમેરિકામાં મળેલી નવી ભૂમિકા માટે અભિનંદન પણ આપ્યા હતા.
હવે માહેશ્વરી અમેરિકામાં રેવન્યુ સ્ટ્રેટેજી અને સમગ્ર વિશ્વમાં માર્કેટ ઓપરેશન હેડ તરીકે કામગીરી સંભાળશે. ઉલ્લેખનીય છે કે માહેશ્વરી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં પણ રહ્યા છે. તેમણે ટ્વિટર પર ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર લખી રાખ્યું છે, પરંતુ વાસ્તવમાં તે ટ્વિટર અમેરિકાને સપોર્ટ કરે છે.