શોધખોળ કરો
Advertisement
રશિયા પાસેથી R-27 મિસાઇલ ખરીદશે ભારત, 1500 કરોડ રૂપિયાની ડીલ પર કરાયા હસ્તાક્ષર
R-27ને 60 કિલોમીટરની રેન્જ સુધી 25 કિમીની ઉંચાઇથી લોન્ચ કરી શકાય છે
નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સ રશિયા પાસેથી 1500 કરોડ રૂપિયાની R-27 મિસાઇલોની ખરીદી કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મિસાઇલનું વજન 253 કિલો છે. R-27ને 60 કિલોમીટરની રેન્જ સુધી 25 કિમીની ઉંચાઇથી લોન્ચ કરી શકાય છે. તાજેતરમાં દિવસોમાં ભારત અને રશિયા વચ્ચે આ બીજી સૌથી મોટી ડીલ છે. આ અગાઉ ભારતે રશિયા પાસેથી 200 કરોડની એન્ટી ટેન્ક મિસાઇલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એન્ટી ટેન્ક મિસાઇલને Mi-35 અટેક ચોપર સાથે જોડવામાં આવશે.
નોંધનીય છે કે આ મિસાઇલોને સરકારે 10-1 યોજના હેઠળ લેવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણેય સેનાઓ પાસે જરૂરી સામાન ઉપલબ્ધ રહે. રશિયાએ આ મિસાઇલોને પોતાના મિગ અને સુખોઇ સીરિઝના ફાઇટર પ્લેનમાં તૈનાત કરવાની તૈયારી કરી છે. આ ડીલની ભારત પાસે મધ્યમથી લાંબા અંતર સુધી માર કરવાની ક્ષમતા વધશે.
સંરક્ષણ મંત્રાલય તરફથી ઇમરજન્સી જરૂરિયાતોને મંજૂરી આપ્યા બાદ છેલ્લા 50 દિવસોમાં ભારતીય એકફોર્સે અત્યાર સુધી પોતાના સમાન માટે 7600 કરોડ રૂપિયાની ડીલ કરી છે. આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલા બાદથી સરકાર ત્રણેય સેનાઓના જરૂરી સામાનની ખરીદી કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
મનોરંજન
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion