શોધખોળ કરો
Advertisement
ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ હોકી ખેલાડી મોહમ્મદ શાહિદનું નિધન
મુંબઇઃ ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ શાહિદનું ગંભીર બીમારીને કારણે નિધન થયું હતું. 1980માં મોસ્કો ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા ભારતીય હોકી ટીમના સભ્ય રહી ચૂકેલી શાહિદ મેદાન્તા હોસ્પિટલમાં કોમામાં હતા અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તે મલ્ટી ઓર્ગેન ફેલિયરથી પીડિત હતા અને કોમામાં બહાર આવી શક્યા નહીં. તેમના જન્મસ્થળ વારાણસીમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
56 વર્ષીય મોહમ્મદ લીવર અને કિડની બીમારીથી પરેશાન હતા. વારાણસીમાં મોહમ્મદ શાહિદ લીવર અને કિડનીની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. પીલિયા અને ડેગ્યુ બાદ તેમની સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ હતી. તેમને સારવાર માટે વારાણસીથી ગુડગાંવ લાવવામાં આવ્યા હતા. રમતગમત મંત્રાલયે 10 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. મોહમ્મદ 1980 ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા હોકી ટીમના સભ્ય હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement