શોધખોળ કરો
Advertisement
ભારતીય ટીમના આ ખેલાડીનું માત્ર 44 વર્ષની ઉંમરે થયું નિધન, જાણો શું થયું હતું
ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ ગોલકીપર પ્રશાંત ડોરાનું માત્ર 44 વર્ષની વયે નિધન થયું છે. કયા કારણથી થયું નિધન જાણીએ..
ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ ગોલકીપર પ્રશાંત ડોરાનું માત્ર 44 વર્ષની વયે નિધન થયું છે. કયા કારણથી થયું નિધન જાણીએ..
ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ ગોલકીપર પ્રશાંત ડોરાનું માત્ર 44 વર્ષની વયે નિધન થયું છે. પ્રશાંત ડોરાના થોડા સમય પહેલા માત્ર સામાન્ય તાવ આવતો હતો અને ત્યારબાદ નિદાન હિમોફેગોસિટીક લિમ્ફોહિસ્ટોસાઇટોસિસ Hemophagocytic lymphohistiocytosis (HLH) બિમારીનું થયું. આ બીમારીના કારણે રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. પ્રશાંતની પ્લેટલેટ્સમાં નોંધપાત્ર ઘટાડો થતાં લાંબી બિમારી બાદ તેમનું નિધન થયું છે.
પ્રશાંતના ભાઇ હેંમત ડોરાએ આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘પ્રશાંતની પ્લેટલેટ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને ડોક્ટરોએ આ રોગના નિદાન થવામાં લાંબો સમય નીકળી ગયો હોવાથી તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. તેમની ટાટા મેડિકલ ઇન્સ્ટીટ્યૂટ માં સારવાર ચાલતી હતી. અહીં જ સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું
પૂર્વ ગોલકીપર પ્રશાંત ડોરોના અકાળે નિધનથી પરિવારમાં શોકમગ્ન છે. તેમના પરિવારમાં પરિવારમાં પત્ની અને 12 વર્ષનો પુત્ર છે. ડોરાના મોટા ભાઇ હેમંત, ભારતના અને મોહન બાગાનના પૂર્વ ગોલકીપર રહી ચુક્યા છે. પ્રશાંતે 1999 માં થાઇલેન્ડ સામેની મેચથી ડેબ્યૂ કર્યું હતું. તેમણે સૈફ કપ અને સૈફ ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને 1997-98 અને 1999 માં સંતોષ ટ્રોફીનો સર્વશ્રેષ્ઠ ગોલકીપર જાહેર કરાયો હતો.We are deeply saddened by the untimely demise of former Mohun Bagan and Indian National team goalkeeper Prasanta Dora. He was part of Mohun Bagan in 2001 and then from 2003 to 05. His heroics under the bar helped #Mariners to win the 2003 IFA Shield
Rest in Peace Prasanta Dora. pic.twitter.com/K4C5sdnuzB — Mohun Bagan (@Mohun_Bagan) January 26, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement