Fact Check: શું ગરમીમાં દુબઇમાં કારમાં લાગી રહી છે આગ,જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય
Fact Check of Viral Video: ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક રીલ સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દુબઈમાં ભારે ગરમીને કારણે કાર પીગળી રહી છે.

Fact Check of Viral Video: ભારતમાં, સમય પહેલા આવેલા ચોમાસાએ ગરમીની સ્થિતિ પર કાબુ મેળવ્યો. જો કે બીજી તરફ, અન્ય દેશોમાં ગરમીનો કહેર ચાલુ છે. આ સાથે, સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે. ગરમીમાં કારો અહીં બળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં, ભીષણ ગરમી પડી રહી છે.
આ વખતે એક નવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈમાં ભીષણ ગરમીમાં કાર પીગળી રહી છે. જોકે, આ વર્ષે યુએઈમાં તાપમાન બે વાર 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક રીલ સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, દુબઈમાં વધુ પડતી ગરમીને કારણે કાર પીગળી રહી છે.
વાયરલ વીડિયોમાં નંબર પ્લેટ પરથી જાણવા મળ્યું છે કે, આ વીડિયો ઓમાનનો હોઈ શકે છે. એટલે કે, ફરી એકવાર સોશિયલ મીડિયા પર પાયાવિહોણી વાતો ફેલાવવામાં આવી રહી છે.
من شدة الحرارة ؛ السيارات تذوب في سلطنة عُمان.#سلطنة_عُمان pic.twitter.com/mlDLvlhci4
— Marah kan'an (@l5lq_) May 29, 2025
પોસ્ટનું સત્ય શું છે?
' ગરમીને કારણે દુબઈમાં કાર પીગળી રહી છે', સોશિયલ મીડિયા પર આવી રીલ પોસ્ટ કરવામાં આવી હોય તેવું આ પહેલી વાર નથી, થોડા વર્ષો પહેલા પણ આવો જ એક વીડિયો બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉનાળામાં સાઉદી અરેબિયામાં કાર પીગળી રહી છે. બાદમાં સાબિત થયું કે વીડિયો અને સમાચાર ખોટા હતા કારણ કે ક્લિપ અમેરિકાના એરિઝોનાની હતી, જ્યાં એક બાંધકામ સ્થળ પર આગ લાગી હતી.
ઓમાનના વાયરલ વીડિયોમાં, કેટલીક કારની ટેલલાઇટ અને પાછળના બમ્પર પીગળતા જોવા મળે છે. પરંતુ આ પાછળનું કારણ ગરમી નથી પણ કદાચ કોઈ આગ કે બાહ્ય નુકસાન છે. આ રીતે સ્પષ્ટ થઈ ગયું કે વીડિયોમાં દેખાતી કાર કદાચ આગનો ભોગ બની હતી, અને આ આખી ઘટના દુબઈમાં નહીં પણ ઓમાનમાં બની હતી.





















