શોધખોળ કરો
Advertisement
Isolation વોર્ડમાં દાખલ યુવકને નર્સ સાથે અભદ્ર વર્તન ભારે પડ્યું, ધકેલી દેવામાં આવ્યો જેલમાં, જાણો વિગતે
વારાણસીની દીનદયાળ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રવિવારે એક યુવકને અભદ્રતા અને અવ્યવસથા ફેલાવવાના આરોપસર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
લખનઉઃ દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. વારાણસીની દીનદયાળ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રવિવારે એક યુવકને અભદ્રતા અને અવ્યવસથા ફેલાવવાના આરોપસર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે એસએસપી પ્રભાકર ચૌધરી અને ડીએમ કૌશલ રાજ શર્મા તથા કમિશ્રર દીપકા અગ્રવાલ રવિવારે દીનદયાળ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં નિરીક્ષણ માટે ગયા હતા. આ દરમિયાન કેટલીક નર્સોએ ફરિયાદ કરી કે, વોર્ડમાં દાખલ એક યુવક નાની-નાની વાતોને લઈ ખોટી રીતે પરેશાન કરી રહ્યો છે. તેને સમજાવવા જતાં તેઓ એક-બીજા પાસે એકઠા થઈ જાય છે.
જ્યારે આ યુવકને સમજાવવાની શરૂઆત કરી ત્યારે તે અધિકારીઓ સાથે ઝઘડી પડ્યો અને ઉગ્ર દલીલો કરવા લાગ્યો. જ્યારે તેને શાંત કરવાની તમામ કોશિશ નિષ્ફળ ગઈ ત્યારે તેની સામે કેસ દાખલ કરીને સેન્ટ્રલ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો.
જેલમાં મોકલવામાં આવેલો યુવક અબુધાબીથી આવ્યા બાદ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 227 કેસો નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement