શોધખોળ કરો

કૉંગ્રેસ સાંસદ ધીરજ સાહૂના ઠેકાણા પરથી રેડમાં અત્યાર સુધીમાં 318 કરોડ મળ્યા, હજુ ગણતરી ચાલુ 

આવકવેરા વિભાગે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પરથી અત્યાર સુધીમાં 318 કરોડ રૂપિયા રિકવર કર્યા છે. હાલમાં નોટોની ગણતરી ચાલી રહી છે અને આ રકમ હજુ વધવાની આશા છે.

IT Raids On Dheeraj Sahu: આવકવેરા વિભાગે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પરથી અત્યાર સુધીમાં 318 કરોડ રૂપિયા રિકવર કર્યા છે. હાલમાં નોટોની ગણતરી ચાલી રહી છે અને આ રકમ હજુ વધવાની આશા છે. સાહુ પાસેથી વસૂલ કરાયેલી રકમ મધ્યરાત્રિ સુધીમાં ગણાશે.

હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, ઓડિશાના બોલાંગીરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખામાં નોટોની ગણતરી કરવામાં આવી રહી છે. દરમિયાન, એસબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધ્યરાત્રિ સુધીમાં તમામ રોકડની ગણતરી કરવામાં આવશે.

176 નોટો ભરેલી બેગ મળી આવી 

આજે અગાઉ એસબીઆઈના પ્રાદેશિક મેનેજર ભગત બેહેરાએ જણાવ્યું હતું કે તેમને નોટોથી ભરેલી 176 બેગ મળી હતી અને તેમાંથી 140ની ગણતરી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે 50 બેંક અધિકારીઓ 25 મશીનનો ઉપયોગ કરીને રોકડની ગણતરી કરી રહ્યા છે.

દરોડાની શરૂઆત 6 ડિસેમ્બરે થઈ હતી 

આ દરમિયાન, બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ, તેના પ્રમોટર્સ અને અન્યો સામે મેરેથોન દરોડા રવિવારે પાંચમા દિવસે પ્રવેશ્યા હતા. આપને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે કરચોરીના આરોપમાં 6 ડિસેમ્બરે કોંગ્રેસ સાંસદ સાથે જોડાયેલી કંપનીઓના પરિસર પર દરોડા પાડવાની શરૂઆત કરી હતી.

દેશી દારૂના વેચાણમાંથી મળેલ રકમ 

પીટીઆઈ અનુસાર, આવકવેરા વિભાગનું માનવું છે કે કોંગ્રેસ નેતાને આ રકમ દેશી દારૂના રોકડ વેચાણથી મળી છે. નોંધનીય છે કે આવકવેરા વિભાગના હાથમાં આ સૌથી મોટી રોકડ છે. અગાઉ 2019માં કાનપુરના એક વેપારી પાસેથી 257 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.

રિપોર્ટ અનુસાર, આવકવેરા વિભાગ ટૂંક સમયમાં કંપનીના મુખ્ય પ્રમોટરોને બોલાવશે અને તેમના નિવેદનો રેકોર્ડ કરશે. આ દરમિયાન રાંચી અને અન્ય સ્થળોએ ધીરજ સાહુ સાથે જોડાયેલા પરિસરની પણ સર્ચ કરવામાં આવી છે. જો કે, સાંસદના ઘરેથી શું મળ્યું તે સ્પષ્ટ નથી.

ઝારખંડના લોહરદગાથી 64 વર્ષીય કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ હાલમાં વિવાદમાં છે. આવકવેરા વિભાગે ઓડિશામાં તેના દેશી દારૂના કારોબારના પરિસરમાંથી દરોડા દરમિયાન 300 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. IT વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં આ "અત્યાર સુધીની સૌથી વધુ" રોકડ જપ્તી છે. ધીરજ સાહુનો ઝારખંડમાં કોઈ દારૂનો ધંધો નથી. સૂત્રોનું કહેવું છે કે આ તેમના રાજ્યના "અનૈતિક વ્યાપારી વ્યવહાર"ના દાવાને કારણે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget