શોધખોળ કરો

Jagdeep Dhankhar : જાણો દેશના નવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિષે

Vice President Election 2022: જગદીપ ધનખડ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ બનશે.

Jagdeep Dhankhad won the Vice President election 2022 : દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડની ભવ્ય જીત થઇ છે. આ સાથે તેઓ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ બનશે. આવો જાણીએ જગદીપ ધનખડ વિષે. 

રાજસ્થાનમાં જન્મ અને શિક્ષણ 
જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાન રાજ્યના એક નાનકડા ગામ કિથાણામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ કિથાણા ગામની શાળામાં પૂર્ણ કર્યું. તેમનું શાળાકીય શિક્ષણ સૈનિક સ્કૂલ, ચિત્તોડગઢમાંથી પૂર્ણ કર્યું અને પછી રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી સ્નાતક થયા. તેઓ ફિઝિક્સ વિષય સાથે  BSC ઓનર્સ થયા અને બાદમાં LLB કરી વકીલ પણ બન્યા. 

જગદીપ ધનખડના લગ્ન ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ સુદેશ ધનખડ  સાથે થયા હતા. ધનખડ દંપતિને એક પુત્રી છે જેનું નામ કામના છે. 
 
વ્યવસાયે વકીલ છે જગદીપ ધનખડ
જગદીપ ધનખડ વ્યવસાયે વકીલ છે. તેઓ રાજસ્થાન હાઇકોર્ટના વકીલ છે.  વર્ષ 1987માં સૌથી નાની વયે રાજસ્થાન હાઇકોર્ટ બાર એસોસિએશન, જયપુરના પ્રમુખ તરીકે ચૂંટાયા.વર્ષ 1988માં રાજસ્થાન બાર કાઉન્સિલના સભ્ય ચૂંટાયા હતા. તેમણે સમાચારપત્રોમાં કાયદાને લગતા લેખો પણ લખ્યા છે. 

રાજસ્થાન વિધાનસભાના સભ્ય રહ્યાં 
જગદીપ ધનખડ 10મી રાજસ્થાન વિધાનસભા - 1993થી 1998 દરમિયાન વિધાનસભાના સભ્ય રહ્યાં. તેઓ અજમેર જિલ્લાની કિશનગઢ વિધાનસભા બેઠક પર જીતી ધારાસભ્ય બન્યા હતા. 

લોકસભામાં સાંસદ રહ્યાં 
તેઓ વર્ષ 1989માં ઝુનઝુનુ સંસદીય મતવિસ્તારમાંથી 9મી લોકસભા માટે ચૂંટાયા હતા અને લોકસભામાં સાંસદ બન્યા હતા. 1990માં સંસદીય સમિતિના અધ્યક્ષ રહ્યાં હતા હતા. 

ચંદ્રશેખર સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યાં 
જગદીપ ધનખડ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સરકાર કેન્દ્રીય મંત્રી તરીકે રહ્યાં. તેઓ કેદ્રીય રાજ્યમંત્રી રહ્યા હતા. 

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે જગદીપ 
જગદીપ ધનખડ હાલ પશ્ચિમ બંગાળના 27માં રાજ્યપાલ છે. અને તેના કારણે જ તેઓ ચર્ચામાં રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને રાજ્યપાલ ધનખડ વચ્ચે વચ્ચેના મતભેદો એટલા વધી ગયા કે તેની ચર્ચા રાષ્ટ્રીય લેવલે પણ  હતી. ત્યાં સુધી કે મમતા બેનરજીએ ઘણીવાર રાજયપાલ ધનખડ સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો હતો અને TMCએ રાજયપાલ ધનખડ સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Embed widget