Jammu and Kashmir: મિનિ બસ ખીણમાં પડતાં 8 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
જમ્મુ-કશ્મીરમાં બસ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મિનિ બસ થથરીથી ડોડા જઈ રહી હતી, ત્યારે ખીણમાં ખાબકતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે, તેમ ડોડાના એડિશનલ એસપીએ જણાવ્યું હતું.
Jammu and Kashmir: જમ્મુ-કશ્મીરમાં બસ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મિનિ બસ થથરીથી ડોડા જઈ રહી હતી, ત્યારે ખીણમાં ખાબકતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે, તેમ ડોડાના એડિશનલ એસપીએ જણાવ્યું હતું.
આ અંગે કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્રસસિંઘે જણાવ્યું હતું કે, ડોડાના થથરીમાં રોડ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. તેમણે ડોડાના કલેક્ટર વિકાસ શર્મા સાથે આ અંગે વાત કરી છે. ઘાયલોને જીએમસી ડોડા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, જરૂરી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.
Jammu and Kashmir | 8 persons dead, several injured as a mini bus travelling from from Thathri to Doda fell into a gorge. Rescue operation underway: Additional SP, Doda pic.twitter.com/7UaRDGOV5i
— ANI (@ANI) October 28, 2021
CNG પંપ પર ગેસ રીફિલિંગ દરમિયાન કારમાં બ્લાસ્ટ, કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા
ભરૂચઃ પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવને કારણે લોકો સીએનજી કાર તરફ વળી રહ્યા છે, ત્યારે સીએનજી કાર અને વાહનો ધરાવતા લોકો માટે જાણવા જેવા સમાચાર સામે આવ્યા છે. આ વાતનું ધ્યાન નહીં રાખો તો કદાચ તમારો જીવ પણ જઈ શકે છે. કેટલીકવાર લોકો સીએનજી પુરાવતી વખતે સૂચના છતાં કારમાંથી ઉતરતા નથી. ત્યારે આવું વર્તન કરતાં લોકોએ આ સમાચાર જરૂર વાંચવા જોઇએ. નર્મદા ચોકડી નજીક કારમાં બ્લાસ્ટ થતાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. CNG પંપ પર ગેસ રિફીલિંગ દરમ્યાન કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેને કારણે અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, સીએનજી પુરાવતા પહેલા કાર ચાલકને નીચે ઉતારી દીધા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. જેને કાણે કોઈ જાનહાની થઈ નથી. નોંધનીય છે કે, સીએનજી પંપ પર હંમેશા ગેસ ભરતા પહેલા ત્યાંના કર્મચારી દ્વારા લોકોને વાહનમાંથી નીચે ઉતારી દેવામાં આવે છે. લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને આવું કરવામાં આવતું હોય છે. ત્યારે લોકોએ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે ગેસ રિફિલિંગ સમયે કારમાં ન બેસવું હિતાવહ છે. જો, ગેસ રિફિલિંગ સમયે કારમાં કોઈ બેઠું હોત તો અહીં જાનહાનિ થઈ હોત.