શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: ક્વોરન્ટીન સેન્ટરમાંથી ભાગી બે લોકોએ કરી પાર્ટી, સંપર્કમાં આવ્યા આશરે 35 લોકો
મંગળવારે ક્વોરન્ટીન કરવામાં આવેલા બંને યુવક આ ફેક્ટ્રીમાંથી ભાગી ગયા અને પોતાના ગામ અરનિયા પહોંચી ગયા હતા.
જમ્મુ: જમ્મુના સામ્બા જિલ્લાના બડી બ્રહ્મા વિસ્તારમાં કોરોના સંક્રમિત એક ટ્રક ચાલક અને તેના બે સાથિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, પરંતુ મંગળવારે આ ડ્રાઈવરના બંને સાથી ક્વોરન્ટીન સેન્ટરમાંથી ભાગી ગયા. સાથે જ તેમણે પોતાના ગામ પહોંચી કેટલાક મિત્રો સાથે પાર્ટી કરી હતી.
બંને યુવકોઓ મિત્રો સાથે મળી પાર્ટી કરી
આ બનાવ જમ્મુ સામ્બા જિલ્લાના બડી બ્રહ્મા ઔદ્યોગિક વિસ્તારનો છે. અહીં પોતાના ટ્રકમાં સામાન લઈને પહોંચેલો એક ટ્રક ડ્રાઈવર કોરોના પોઝિટિવ હતો. ત્યારબાદ પ્રશાસને પગલા લઈ ટ્રક ચાલક અને તેના બે સાથિઓને એજ ફેક્ટ્રીમાં ક્વોરન્ટીન કર્યા હતા. પરંતુ મંગળવારે ક્વોરન્ટીન કરવામાં આવેલા બંને યુવક આ ફેક્ટ્રીમાંથી ભાગી ગયા અને પોતાના ગામ અરનિયા પહોંચી ગયા હતા. બુધવારે આ બંને યુવકોએ અરનિયામાં પોતાના મિત્રો સાથે પાર્ટી કરી અને એક મોટરસાયકલ પણ ખરીદી હતી.
પોલીસે કરી તાત્કાલિક કાર્યવાહી
આ બંને યુવકોનો ક્વોરન્ટીન સેન્ટરથી ભાગવાનો મામલો સામે આવતા પોલીસ અને પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્વાસ્થ્ય વિભાગના કર્મચારઓને જાણ કરી હતી. ત્યારબાદ કેટલાક ડૉક્ટરોએ આ યુવકોન સાથે સંપર્ક કરી તેમની કાઉન્સલિંગ કરી. કાઉન્સલિંગ પૂર્ણ થયા બાદ બંને યુવકોને બીજી વખત ક્વોરન્ટીન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા. જ્યારે, પ્રશાસન મુજબ યુવકોના સંપર્કમાં આશરે 35 લોકો આવ્યા છે અને આ તમામ લોકોને પોતાના ઘરમાં બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion