શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
J&K: નૌશેરામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક ઓફિસર શહીદ
આતંકીઓએ એલઓસી પાસે ભારતીય સેનાની પોસ્ટ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગમાં સેનાનો એક જુનિયર કમીશન્ડ ઓફિસર શહીદ થયો હતો.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં રાજોરીના નૌશેરા સેક્ટરમાં આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. આતંકીઓએ એલઓસી પાસે ભારતીય સેનાની પોસ્ટ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગમાં સેનાનો એક જુનિયર કમીશન્ડ ઓફિસર શહીદ થયો હતો. આ વિસ્તારની ઘેરાબંધી કરી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ઉલ્લેખનીય છે રવિવારે સેનાએ આતંકીઓના ચાર કેમ્પ ઉડાવી દીધાં હતા. જેના બાદ કાશ્મીરમાં આ પ્રથમ અથડામણ છે. સેનાના વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે ફાયરિંગમાં ઓછામાં ઓછા છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 20 ઓક્ટોબરે તંગધાર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરેલા સીઝફાયરના ઉલ્લંઘનમાં બે ભારતીય જવાન શહીદ થયા હતા.J&K: A Junior Commissioned Officer (JCO) of the Indian Army succumbed to injuries after being fired upon by terrorists at a post(500m inside the LoC) in Naushera sector earlier today. Area cordoned off, exchange of fire underway pic.twitter.com/tvEN6Wqc7W
— ANI (@ANI) October 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion