શોધખોળ કરો
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખને ફરી આવ્યા ધમકીભર્યા ફોન, કંગના વિવાદથી દૂર રહેવા કહ્યું
દેશમુખે સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા કંગનાને વાય પ્લસ શ્રેણીની સુરક્ષા આપવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
મુંબઈ: કંગના રનૌતના વિવાદ લઈ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને એકવાર ફરી ધમકી ભર્યા ફોન આવ્યા છે. મંત્રીના નજીકના સૂત્રો અનુસાર, દેશમુખને મંગળવારે અને બુધવારે સવારે લગભગ વાગ્યે હિમાચલ પ્રદેશ અને અન્ય જગ્યાએથી અલગ અલગ નંબરો પરથી ફોન આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ફોન કરનાર એક વ્યતક્તિએ પોતાને મૃત્યુંજય ગર્ગ નામની ઓળખ આપી હતી અને આ વિવાદથી દૂર રહેવા કહ્યું હતું.
ફોન કરનારાઓએ મંત્રીને એક્ટ્રસ સંબંધિત વિવાદથી દૂર રહેવા કહ્યું હતું. કંગના રનૌતે કહ્યું હતું કે તેને મુંબઈ પોલીસની ડર લાગે છે અને તેણે મુંબઈ પોલીસની તુલના પાકિસ્તાના કબ્જાવાળા કશ્મીર સાથે કરી હતી. કંગના રનૌત હિમાચલ પ્રદેશની રહેવાસી છે.
આ પહેલા મંત્રીએ સોમવારે જણાવ્યું હતું કે, એક અજાણ્યા વ્યક્તિએ દેશમુખના નાગપુર કાર્યલયમાં ફોન કરી તેમને અને રાકાંપા પ્રમુખ શરદ પવારને ધમકી આપી હતી. રનૌતે હાલમાં જ કહ્યું હતું કે, તે મૂવી માફિયાથી વધુ મુંબઈ પોલીસથી ડરે છે અને પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશ અથવા કેન્દ્ર પાસે સુરક્ષા માંગશે.
ઉલ્લેખનીય છે કે, દેશમુખે ગત અઠવાડિયામાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જો કોઈ સુરક્ષિત નથી અનુભવી રહ્યું તો તેમણે રાજ્યમાં રહેવાનો કોઈ અધિકાર નથી. દેશમુખે સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા કંગનાને વાય પ્લસ શ્રેણીની સુરક્ષા આપવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું, રનૌતે પોતાની ટિપ્પણીથી મુંબઈ અને મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement