શોધખોળ કરો
Advertisement
આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રા ભાજપમાં થયા સામેલ
આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રા આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. કપિલ મિશ્રા દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને વિજય ગોયલની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રા આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. કપિલ મિશ્રા દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને વિજય ગોયલની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
કપિલ મિશ્રાએ આ પહેલા ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે ભાજપમાં સામેલ થશે. નોંધનીય છે કે કેટલાક દિવસો અગાઉ જ કપિલ મિશ્રાની વિધાનસભાનું સભ્યપદ રદ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે કપિલ મિશ્રા વિરુદ્ધ શિસ્તબદ્ધની કાર્યવાહી કરતા તેમને ગેરલાયક ઠેરવતા સદસ્યતા રદ કરી દીધી હતી. આ અગાઉ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કપિલે પક્ષ વિરુદ્ધ જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા કપિલ મિશ્રાએ સતત મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ મોર્ચો માંડ્યો હતો અને તેમના ઉપર અનેક પ્રકારના અનિયમિતતાના આરોપ લગાવ્યા હતા.Delhi: Former Aam Aadmi Party (AAP) leader, Kapil Mishra joins Bharatiya Janata Party (BJP) in presence of party leaders Manoj Tiwari and Vijay Goel. pic.twitter.com/uFHiPd8ij0
— ANI (@ANI) August 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion