શોધખોળ કરો

કર્ણાટકના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપશે યેદુરપ્પા, જાણો શું છે કારણ

કર્ણાટકાના મુખ્યમંત્રી બી.એસ યદુરપ્પા બહુ જલ્દી તેમના પદથી રાજીનામું આપી શકે છે. જો કે યુદુરપ્પા આ વાતનો ઇન્કાર કર્યો છે.

નવી દિલ્લી: સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદુરપ્પા તેમના પદથી રાજીનામું આપી શકે છે. રાજીનામા પાછળ વધતી જતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યને કારણ ગણાવ્યું છે. જો કે યેદુરપ્પાએ  વાતનો ઇન્કાર કર્યો છે અને રાજીનામાની વાત બિલકુલ સાચી ન હોવાનું નિવેદન આપ્યું છે.

એબીપીના ન્યુઝ સૂત્રથી જાણકારી મળી છે કે, વધતી જતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમનું મુખ્યમંત્રી પદ પર બની રહેવું શક્ય નથી. શુક્રવારે તેમણે ખરાબ સ્વાસ્થ્ય અને વધતી જતી ઉંમરના કારણે પીએમ મોદી સાથેની મૂલાકાત દરિમયાન રાજીનામાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આજે તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી રહયાં છે. અહીં પણ તેમણે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કર્ણાટરના મુખ્યમંત્રી પદ માટે નવા નામ પર વિચારણા કરવા માટે ધારાસભ્યોની એક બેઠક મળશે,ત્યાં સુધી તેમને પદ પર બની રહેશે.

કોણ બનશે મુખ્યમંત્રી?
હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, કોના નામ પર મુખ્યમંત્રી પદ માટે મોહર મૂકાશે. જોકે કે બે દિવસમાં મુખ્યમંત્રીનું નામ પણ  નિશ્ચિત થઇ શકે છે. મુખ્યમંત્રીની રેસમાં સૌથી મોખરે નામ પ્રહલાદ જોશીનું છે.પ્રહલાદ જોશી મોદી કેબિનેટમાં મંત્રી છે. તે ઉતર કર્ણાટરના સાંસદ છે. પ્રહલાદ જોશી બાદ બીએલ જોશીનું નામ પણ ચર્ચામાં છે. જે બીજેપી રાષ્ટ્રીય સંગઠનના મંત્રી છે. છેલ્લા કેટલાક સમયથી તેમના કામની ફરિયાદ થઇ રહી છે. આ પહેલા બીજેપી પ્રભારી અરૂણ સિંહ કર્ણાટક ગયા હતા. આ સમયે તેમણે સીએમ યેદુરપ્પા અને અન્ય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

2019માં યેદુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી બન્યાં
વર્ષ 2018માં કર્ણાટકમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. જો કે ભાજપ તેના સીએમને ન હતા પસંદ કરી શક્યાં, મોદી સરકારના નેતૃત્વમાં બીજેપી કર્ણાટરમાં એક્ટિવ થઇ. કર્ણાટરમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા પડ્યાં. ત્યારબાદ 26 જુલાઇએ 2019માં બીએસ યેદુરપ્પા કર્ણાટકાના મુખ્યમંત્રી બન્યાં.

કર્ણાટકમાં કુલ 224 વિધાનસભાની  બેઠક છે.  2018માં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી  119 બેઠકોની સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. જો કે બહુમતીથી થોડી ઓછી બેઠક મળી હતી. ત્યારે કોગ્રેસના 68 અને જેડીએસે 32 સીટ જીતી હતી. અન્યના ખાતામાં 2-2 સીટ આવી હતી.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
Embed widget