Hijab Row: મંગળવારે હાઈકોર્ટ સંભળાવશે ચૂકાદો, બેંગલુરુમાં સાર્વજનિક જગ્યા પર ભેગા થવા પર પ્રતિબંધ
કર્ણાટક હાઈકોર્ટ કર્ણાટક હિજાબ વિવાદ અંગે મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવશે. હિજાબ વિવાદે દેશભરમાં ભારે વિવાદ સર્જ્યો છે.
કર્ણાટક હાઈકોર્ટ કર્ણાટક હિજાબ વિવાદ અંગે મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવશે. હિજાબ વિવાદે દેશભરમાં ભારે વિવાદ સર્જ્યો છે. હિજાબ વિવાદ પર ચુકાદા પહેલા બેંગલુરુમાં કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેંગલુરુના પોલીસ કમિશનર કમલ પંતે કહ્યું કે 15 માર્ચથી 21 માર્ચ સુધીના એક સપ્તાહ માટે બેંગલુરુમાં જાહેર સ્થળો પર એકઠા થવા, આંદોલન, વિરોધ કે કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Karnataka | All types of gatherings, agitations, protests, or celebrations in public places are prohibited in Bengaluru for one week from March 15 to March 21: Kamal Pant, Commissioner of Police, Bengaluru
— ANI (@ANI) March 14, 2022
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પહેલા, દક્ષિણ કન્નડ ડીસીએ આવતીકાલે (15 માર્ચ) તમામ શાળાઓ અને કોલેજોમાં રજાનો આદેશ આપ્યો હતો. આદેશ મુજબ, એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ લેવામાં આવશે, પરંતુ તમામ શાળા અને કોલેજોની આંતરિક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવશે.
કલબુર્કગીના ડીસી યશવંત વી ગુરુકરે જણાવ્યું છે કે ગઈકાલે હિજાબના નિર્ણયને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે આજે રાત્રે 8 વાગ્યાથી 19 માર્ચના રોજ સવારે 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરી છે. આવતીકાલે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. કર્ણાટક ઉડુપીના વિદ્યાર્થીઓના એક જૂથે હિજાબ પર પ્રતિબંધના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે હિજાબ બંધારણ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતા હેઠળ આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ કોલેજ આ અંગે પ્રતિબંધ અંગે કોઈ નિર્ણય આપી શકે નહીં.
કર્ણાટક સરકારે આ મામલામાં કોર્ટને કહ્યું છે કે માત્ર સંસ્થાકીય અનુશાસન સંબંધિત પ્રતિબંધો સિવાય દેશમાં હિજાબ પર કોઈ પ્રતિબંધ નથી. વાસ્તવમાં, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઉડુપીના કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષકની વિનંતીને અવગણીને હિજાબનો ઉપયોગ કરવાનું બંધ કરવાનો ઇનકાર કર્યો. આ પછી વિદ્યાર્થીઓ કોર્ટ પહોંચ્યા.